વીંછી અને નાના જીવજંતુ ડંખ કેમ મારે છે ? જાણો ક્યાં જીવજંતુ કરડવાથી શું થાય છે અસર?

સાપ, મધમાખી, ચાંચડ, માંકડ, મચ્છર કે બીજા જીવજંતુ પોતાના રક્ષણ માટે ડંખ મારતા હોય છે નરી આંખે જોઇ પણ ન શકાય તેવા નાનકડા જીવમાં ગજબની ટ્રીક અને શક્તિ હોય છે

નાનકડા જીવજંતુઓમાં સૌથી ઝેરી વીંછી હોય છે:વિશ્વમાં આજે બે હજારથી વધુ પ્રજાતિઓના નાના જીવ જોવા મળે છે, જે બધા જ ઝેરી હોય છે

પૃથ્વી પર નવ મી.મી.થી 23 સે.મી.ના જીવડાં જોવા મળે છે. હાલના સર્વે મુજબ દુનિયામાં બે હજારથી વધુ પ્રજાતિના નાનકડા જીવજંતુઓ જોવા મળે છે, જે બધા જ ઝેરી હોય છે. તેઓ પોતાના રક્ષણ માટે ડંખ મારતા હોય છે અને નાના જીવજંતુમાં ડંખ મારવાની ગજબની ટ્રીક અને શક્તિ હોય છે. તમે પાણીમાં હો કે પર્વત ઉપર કે તમારા ઘરમાં, ખૂલ્લા વિસ્તારમાં સૌ કોઇ આ વન્ય જીવજંતુનો સામનો કરે જ છે. તેમની પાસે પોતાને અને તેમના પ્રદેશને સુરક્ષિત રાખવાના વિવિધ રસ્તાઓ હોય જ છે.

જંતુઓમાં મધમાખી, કીડી,ચાંચડ, માખીઓ, મચ્છર, ભમરી જેવા નાના જીવ તમે નજીક જાવ તો ડંખ મારે છે. જો તમે તેને પરેશાન ન કરો તો એ પરેશાન કરતાં નથી. ડંખનો પ્રારંભિક સંપર્ક પીડાદાયક હોય છે, જેમાં જંતુના મો કે સ્ટિંગર દ્વારા તમારી ત્વચામાં જમા થયેલા ઝેરની એલર્જીક પ્રતિક્રિયા હોય છે. મોટા ભાગના કરડવાથી કે ડંખથી નાની સગવડતા સિવાય બીજું કશુ નથી હોતું પણ ઘણીવાર તે જીવલેણ બની શકે છે. ડંખ મારવાની ક્રિયા પ્રતિક્રિયા મોસમ પ્રમાણે જોવા મળે છે જેમ કે તમને ઉનાળા દરમ્યાન મચ્છર, ડંખ મારતી મધમાખી અને ભમરી તેના પૂરા બળ સાથે બહાર આવે છે.

ડંખ કેવું સ્વરૂપ લે તે કેવા પ્રકારનું જંતુ કરડે છે, તેની ઉપર આધાર રાખે છે. મોટાભાગના ડંખમાં બળતરા, ખંજવાળ, લાલ ચકામા પડી જવા, ફોલ્લી થવી, સોજો આવવો, ફોલ્લા કે શિળશ થઇ જાય છે. તે ગંભીર રીતે અલર્જીક પ્રતિક્રિયા કે જંતુ જન્ય રોગો પ્રસરાવી શકે છે. ઘણા ઝેરી જીવજંતુની અસર એક અઠવાડીયુ સુધી રહે છે. આ જીવાતો ખુલ્લી ત્વચામાં વધુ કરડવાની શક્યતા વધી જાય છે. સ્પાઇડરના કરડવાથી ચામડી ઉપર નાના પંચર જેવી નિશાની રહી જાય છે. તમને ડંખ મારે કે તરત જ તેને દૂર કરો તો તે વધુ ઝેર ત્વચામાં છોડી શકતું નથી. જો કે તેનો ડંખ એટલો તીવ્ર હોય છે કે તરત જ તમને ખબર પડી જાય છે.

આ પૃથ્વી પર કરોડો નાના જીવજંતુઓ રહે છે. પોતાના રક્ષણ માટે કે શિકાર કરવા શરીરે નાજુક આ જીવજંતુને ગજબની ટ્રીક કે શક્તિ આપેલ છે. વીંછી, સાપ, મધમાખી, માંકડ, ચાંચડ કે બીજા નાના જીવજંતુ પોતાના રક્ષણ માટે ડંખ મારતા હોય છે. ઘણીવાર ખોરાક મેળવવા પણ ડંખ મારે છે. વીંછીની પૂંછડીમાં ડંખ હોય છે. ડંખ એટલે નાનકડો દાંત કે તીક્ષ્ણ સોય નાનકડા જીવજંતુના ડંખ માણસ માટે ઘણીવાર મૃત્યુનું કારણ બને છે.

વીંછીની પૂંછડીમાં તીક્ષ્ણ ડંખ સાથે એક નાનકડી કોથળી હોય જેમાં ઝેરી પ્રવાહી હોય છે એટલે તે માણસને ડંખ મારેને સાથે ઝેરી પ્રવાહી માણસના લોહીમાં છોડે તેથી ઝેર ચડે છે. શિકાર કરવા માટે પણ આજ પ્રયોગ કરે છે. મચ્છર, મધમાખી, માખી, માંકડ જેવા જીવજંતુ પણ ડંખ મારે છે પણ સાપ કે વીંછી જેવી ઝેરી તાકાત એનામાં હોતી નથી.

નાનકડા જંતુઓમાં સૌથી ઝેરી વીંછી છે. વાંકી પૂંછડીને છ પગવાળા માણસને નજરે પડે તો ડર લાગે છે. વિશ્ર્વભરમાં 1900થી વધુ જાતના વીંછી વિવિધ પ્રજાતિના જોવા મળે છે. આ બધા જ ઝેરી હોય અને નવ મી.મી.થી 23 સેન્ટી મીટર જેવડા હોય છે. તે ઠંડા પ્રદેશમાં વધુ જોવા મળે છે. ખાસ તો 20 થી 35 ડિગ્રી તાપમાનમાં વધુ રહે છે. તેના પગને પૂંછડી તાકાતવાળા સેન્સર જેવું કામ કરે છે. આસપાસની ચહલ-પહલથી તે સજાગ થઇ જાય છે. તેની પૂંછડી ચારે દિશામાં ગમે તેમ ફેરવી શકે છે. તેનું ઉંદરને તાત્કાલીક મૃત્યું આપે છે.

આગળના બે પગ શિકાર પકડવા અને ગરોળી, ઉંદર જેવા નાના જીવજંતુ ખોરાકમાં લે છે. જીવનભરમાં 8 વખત શરીરનું કવચ બદલે છે. એકવાર ખાધા પછી લાંબો સમય ખોરાક વગર ચલાવી લે છે. તેના વિશે ઘણી લોકવાયકા છે, આપણી રાશિ અને નક્ષત્રમાં પણ તેને સ્થાન મળે છે. વીંછી કરડવાથી આપણને અસહ્ય વેદના થાય છે. ઘણીવાર તો ઝેર ચડે તો હૃદ્યના ધબકારા ઘટી જાયને બોલવા-ચાલવા કે શ્ર્વાસ લેવામાં તકલીફ થતી જોવા મળે છે.

વીંછી કરડે તો સિધા દવાખાને પહોંચવું કોઇ અંધશ્રધ્ધા માનીને ઝેર ઉતારવા ન જવું. આજકાલ તો સાપ, વીંછી કે ગરોડી કરડવાના ઘણા બનાવો જોવા મળે છે. ઘણીવાર બહાર ફરવા જઇ ત્યારે આપણને જીવડું કરડી જાય છે, ક્યારે તો કાનમાં જીવજંતુ પેશી જાય છે. આવા સમયે અંધશ્રધ્ધા કે ઘરેલું ઉપાય ન કરવા. કેટલાક તો વીંછી ઉતારવાના મંત્ર બોલે પણ આવું કશું હોતું નથી, મેડીકલ સાયન્સ આગળ આવ્યું છે. આપણે સૌએ ડોક્ટર પાસે જ ટ્રીટમેન્ટ કરાવી હિતાવહ છે.