Abtak Media Google News

લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન અતિ જરૂરી, નહિતર હાલત બગડતા વાર ન લાગે

અફઘાનીઓ માટે એક દિવસ કાઢવો પણ મરવાથી બદતર બની ગયો છે.લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન અતિ જરૂરી છે. નહિતર હાલત બગડતા વાર ન લાગે તેનું મોટું ઉદાહરણ અફઘાનિસ્તાન છે.

અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ હાથમાથી બહાર ચાલી ગઇ છે. ભૂખમરાની એવી પરિસ્થિતિ છે કે લોકો પોતાના છોકરાઓને ઊંઘની ગોળી આપીને સૂવડાવે છે. કેટલાક લોકો ખાવા માટે પોતાની દીકરી અને કિડની પણ વેચી રહ્યા છે. આનું કારણ તાલિબાન સરકાર પોતાના જ લોકોની અવગણના કરી રહ્યું છે.

અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર હેરાતની બહાર માટીનાં ઘરોમાં હજારો લોકો જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અહીં રહેતા લોકો જણાવે છે કે મહિનામાં મોટા ભાગના દિવસોમાં પરિવાર એક સમયનું જમવાનું પણ મેનેજ કરી શકતા નથી.  બાળકો ભૂખથી રડે છે અને રાત્રે સૂઈ શકતાં નથી. આ કારણોસર ફાર્મસીમાંથી ઊંઘની દવા લઈ બાળકોને ખવડાવી દયે છે.

એક રિપોર્ટ અનુસાર, ભૂખમરાથી બચવા લગ્નના નામે નાની ઉંમરમાં છોકરીઓને બેથી અઢી લાખ રૂપિયામાં વેચવામાં આવે છે. નિઝામુદ્દીને કહ્યું હતું કે મજબૂરીમાં તેમની પાંચ વર્ષની દીકરીને 90 હજારમાં વેચવી પડી.પશ્ચિમ અફઘાનિસ્તાનની એક મહિલાએ જણાવ્યું હતું કે તેની 6 વર્ષની અને 1.5 વર્ષની દીકરીઓને તેના પતિએ વેચી દીધી હતી. મોટી દીકરીની 2.5 લાખ રૂપિયા હતી, જ્યારે નાની છોકરીના બદલામાં તેમને લગભગ 2.1 લાખ રૂપિયા મળ્યા હતા. આ પૈસા પણ એકસાથે આપવામાં આવતા નથી, પરંતુ બાળકીને ખરીદનાર પરિવારો હપતેથી ચૂકવશે.

સ્થાનિક તાલિબાન વહીવટીતંત્રને આ અંગે કઈક કરવા વિનંતી કરાઈ છે, પરંતુ તાલિબાનના એક અધિકારીએ કહ્યું કે બાળલગ્ન એ તાલિબાનની સમસ્યા નથી. તેમણે કહ્યું- આવાં લગ્નો પાછળ તાલિબાનની શક્તિ નહીં, પરંતુ ખરાબ અર્થવ્યવસ્થા જવાબદાર છે. તે યુ.એસ. પર આર્થિક પતન માટે જવાબદાર છે, જેણે અફઘાન સરકાર દ્વારા તાલિબાનને વિદેશી ચલણના ટ્રાન્સફર પર પ્રતિબંધ લાદ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.