આર્થિક સામાજીક ઉન્નતિ માટે ચોક્કસ જળસંચય, સવર્ધન અને પાણીના કરકસર ભર્યા ઉપયોગની વ્યવસ્થા અનિવાર્ય…..!!!!

શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાત પછી સવાર સુધી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સીમમાં રહેતા શિયાળ ના રડવા ના અવાજો સંભળાય છે, આ અંગે ગ્રામ્ય વિસ્તારોમાં એવી કહેવત હોય છે કે શિયાળ આમ તો લુચ્ચુ એટલે કે હોશિયાર પ્રાણી ગણાય છે.

પરંતુ કૂતરાની જેમ રહેવા માટે બખોલ ની વ્યવસ્થા કરતું નથી અને રાત્રે ઠંડીમાં ધ્રુજે ત્યારે મનોમન સવારે બખીલ બનાવી લેવાનું સંકલ્પ કરે છે પરંતુ સવારે સૂરજ ઉગતાની સાથે જ તે ભૂલી જાય છે અને ફરીથી રાત્રે રડવાનો વારો આવે છે.. આ ઉદાહરણ માણસને પણ ક્યાંક ક્યાંક ચોમાસાના પાણી ના સંવર્ધન ની બાબતમાં લાગુ પાડી શકાય લગભગ મોટાભાગે હવે ઉનાળાના ચાર મહિના અને શિયાળા દરમિયાન પીવાના પાણી અને સિંચાઈ માટે ક્યાંકને ક્યાંક ઊભી થઈ જાય છે ત્યારે પાણી ની ખેતી સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ તેવી સામૂહિક વિચારણા થાય છે.

પરંતુ ચોમાસામાં જ્યારે ભરપૂર વરસાદ વરસે છે ત્યારે બધું ભુલાઈ જાય છે અને વરસાદના પાણીને જમીનમાં ઉતારવાથી લઈ સમુદ્રમાં વહી જતા અટકાવવાના કોઇ પ્રયાસો થતા નથી જળસંચય અને સંવર્ધન કેવા પરિણામો આપે છે તેના બે ઉદાહરણ માં પ્રથમ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વરસાદ નો વિસ્તાર ગણાતા ચેરાપુંજી માં સ્થાનિક ધોરણે આખું વર્ષ પીવાના પાણીની ખેંચ રહે છે.

ઢોળાવો વાળો વિસ્તાર હોવાથી પાણી સંગ્રહ નથી,બીજી તરફ દુનિયામાં સૌથી ઓછો વરસાદ ધરાવતા ઇઝરાયેલના રણપ્રદેશમાં જળસંચય અને સંવર્ધનના અસરકારક આયોજન લઈને ઇઝરાયેલ ની ખેતી અને ખેતી ઉત્પાદનનાં નિકાસ માટે ભારત જેવા કૃષિ પ્રધાન દેશ ને પણ ઓવરટેક કરે છે સૌથી વધુ વરસાદ પડતો હોય ત્યાં પાણીની ખેંચ અને ઓછો વરસાદ હોય ત્યાં સિંચાઇ પણ સારી રીતે થતી હોય, ચોમાસાનું પાણી જો સારી રીતે સચવાઈ જતું હોય તો માત્ર ખેતી અને પીવાના પાણીનો પ્રશ્ન નહીં પરંતુ ઔદ્યોગિક જરૂરિયાતોનું પાણી પણ પુરુ પડી રહે,ભાદરવા મહિનામાં મોટા ભાગનાં જળાશયો ભરાઇ ચૂક્યા છે.

ત્યારે પાણી નો સદુપયોગ અને ચોમાસાનું પાણી જેમ બને તેમ વધુ ભૂગર્ભમાં ઉતરે તેવું આયોજન જો પાણીની કિતને દૂર કરે ચોમાસાના પાણીની જાળવણી સંવર્ધન અને સંચય થી પીવાના પાણીની સમસ્યાના ઉકેલની સાથે-સાથે ખેતીને પૂરતું પાણી મળી રહે અને ઉદ્યોગ માટે પણ પાણીની ખેંચ ન પડે તો જલ સંવર્ધનની આ પ્રવૃત્તિ આર્થિક સામાજીક ઉન્નતિ માટે નિમિત્ત બની શકે તેમાં બેમત નથી, ચોમાસા દરમિયાન વરસતું પાણીનું એક ટીપું જો સચવાઈ જાય તો આખું વરસ કોઈપણ પ્રકારની પ્રકૃતિમાં પાણીની ઘટ પડે જ નહીં.