Abtak Media Google News

વિકલ્પ

અરે સાહેબ, પુરૂષોને કપડાં ધોતાં આવડતાં હશે? ઉઠો,” પણ બીજું કરવું શું ? કંટાળો તો બહુ આવે છે…. બીજો કોઇ વિકલ્પ નથી.’*

મારું ઘર અહીં જ છે, કાંઇ પણ કામ પડે તો બસ, પેલી બારી ખોલો એટલે સામે જ મારૂં ફળિયું,’’

‘‘અચ્છા’’

સુમન જયારે બોલાવે ત્યારે એ પોતાના ઘરનાં કામ છોડીને આવી જાય સુમનના કામ કરવા. એનો એકવિયો બાંધો, ઢળેલી ભૂરી આંખો અને રતૂમડા ગાલ પરનાં બે છૂંદણાં સુમનના મનપતંગને ચગાવવા માટે પૂરતાં હતાં.

 

Untitled 1 105

એ આખો દિવસ બારી સાથે વચને બંધાયો હોય એમ ત્યાં જ બેઠો રહે. ઉંઘવા ટાણેય એ બે ભૂરી આંખો ને જાગે ત્યારે ય બસ એ જ…!એક દિવસ ઉત્કટ લાગણીના માર્યા સુમને અધખુલ્લી બારીમાંથી એને બોલાવી..

ને એક નાનકડા છોકરાએ આવીને સુમનના હાથમાં એક ચબરખી ધરી. થોડાક આનંદ, થોડીક શંકા ને સહેજ ડરનો માર્યો એ ખરબચડા અક્ષરો વાંચી રહ્યો

‘હવે હું કોઈ દી તમારે ઘેર નહીં આવું, કેમ કે આખું ગામ આપણાં બેન- ભાઇના પવિત્ર સંબંધ વિશે ખોટી અફવા ફેલાવે છે”

સુમને ‘‘ધડામ’’ કરતી બારી વાસી દીધી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.