Abtak Media Google News

સુરત શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ડ્રગ્સ પકડવા મામલે સુરત પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસ કમિશનરની સૂચનાથી સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત પોલીસ ડ્રગ્સની હેરાફેરી કરનારાઓને ઝડપી લીધા છે.મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે જ્યાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને અમરોલીના કોસાડ આવાસના એક શોપિંગ સેન્ટરમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી.

Screenshot 15 3

મળેલી બાતમીના આધારે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ H-2ના શોપિંગ સેન્ટરની દુકાન 26 અને બિલ્ડીંગમાં રેડ કરીને દુકાનમાંથી ડગસનનો મુદ્દા માલ પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં રહેલી ઇકો કારમાંથી પણ ડ્રગ્સનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

રેડ દરમિયાન મળી આવેલ ડ્રગ્સની માહિતી

Screenshot 16 2

પોલીસ સમગ્ર મામલે 2 કિલો 176 ગ્રામ MD ડ્રગ્સ,  2 મોબાઈલ અને ઇકો કાર સહિત 2,22,53000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા મુબારક અબ્બાસ બાંદિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મુબારક સામે અગાઉ પણ અમરેલી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયો છે તો પોલીસના સમગ્ર મામલે મુંબઈ ખાતે રહેતા શહેરમાં નામના એક વ્યક્તિને વોન્ટેડ પણ જાહેર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.