Abtak Media Google News

ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 16 એમ. ઓ. યુ. સંપન્ન: રાજ્યમાં રૂપિયા 12703 કરોડનું રોકાણ આવશે અને 13 હજારથી વધુ લોકો રોજગારી મેળવશે

કુલ 67555 કરોડના રોકાણો માટેના એમ.ઓ.યુ.થી 38 હજારથી વધુ રોજગારી ઊભી થશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીના  માર્ગદર્શનમાં રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-ર0રરમાં જાહેર કરેલી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના 16 જેટલા એમ.ઓ.યુ આજે  એક જ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા છે. આ 16 જેટલા બહુવિધ ખજ્ઞઞ ને પરિણામે રાજ્યમાં રૂપિયા 12703 કરોડનું સંભવિત રોકાણ તેમજ 13880 સૂચિત રોજગારીની વ્યાપક તક ઊભી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં  ઑક્ટોબર 2022માં શરૂ કરવામાં આવેલી ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અન્વયે અત્યાર સુધીમાં કુલ  54852  કરોડના સૂચિત રોકાણોના 20 એમ ઓ યુ થયા છે. આના પરિણામે 24700થી વધુ સૂચિત રોજગાર અવસર મળવાના છે.

Advertisement

ઉદ્યોગમંત્રી  બલવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સોમવારે થયેલા વધુ 16 એમ.ઓ.યુ. સાથે કુલ 36 એમ.ઓ.યુ. રૂપિયા 67 હજાર 555 કરોડના સૂચિત રોકાણો માટે થયા છે અને અંદાજે 38631 લોકોને રોજગારી મળશે. આજે  થયેલા બહુવિધ એમ.ઓ.યુ. અન્વયે કેમિકલ એન્ડ ડાયઝ, એગ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગોલ્ડ રિફાઈનિંગ એન્ડ પ્રોસેસિંગ, સેફ્ટી પ્રોટેક્ટવેર, ફૂડ વર્ક્સ, કાર્બનિક કેમિકલ્સ અને સોલાર મોડ્યુલ તથા સેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણો આવશે. મોટાભાગના ઉદ્યોગો 2024-25 સુધીમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે તેમ જ આ ઉદ્યોગો પૈકી દહેજ ઉદ્યોગ વસાહતમાં 5, સાણંદ અને ભરુચના ઝઘડીયામાં 3-3, પાનોલીમાં 2 તેમ જ ભીમાસર, નવસારી, અને સાયખા ઉદ્યોગ વસાહતોમાં 1-1 ઉદ્યોગો શરૂ થવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની આ ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝનો યોગ્ય લાભ અને જરૂરી મદદ સહાય ઉદ્યોગોને પૂરી પાડવાની પ્રતિબદ્ધતા આ તકે દર્શાવી હતી.

આ રોકાણોથી ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નું વિઝન સુદ્રઢ થશે. એટલું જ નહિ, સમગ્ર દેશ માટે વધુ પ્રગતિનો માર્ગ નિર્ધારિત થશે અને ભારતીય સમુદાયને સામુહિક રીતે આગળ વધવાની સાથે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક મંચ પર લઇ જવાની તક મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.