Abtak Media Google News

દર મહિના ઘર દીઠ 30 બેગોનું વિતરણ કરશે

ગુજરાતના અગ્રીમ હરોળના રાજપુરુષ પૂર્વ સાંસદ સ્વ.  ચીમનભાઈ શુક્લના  સેવા પ્રકલ્પો સૌરાષ્ટ્રભરમાં ચાલી રહ્યા છે , ત્યારે એક નવો જ સેવા પ્રકલ્પ  ચીમનભાઈ શુક્લ લોક કલ્યાણ ટ્રસ્ટના નેજા નીચે શરૂ કરાયો છે.

Advertisement

જેનું નામ છે પ્રોજેક્ટ  સ્વચ્છ ઘર – સ્વસ્થ પરિવાર

આ પ્રોજેક્ટમાં રાજકોટ મહાનગરપાલિકા સ્થિત એવા વિસ્તારોને સમાવવામાં આવશે કે ખૂબ સાંકડી શેરીમાં રહે છે અને આર.એમ.સી.ના આધુનિક સ્વચ્છતાના સાધનોને તેઓ સુધી રોજ પહોંચાડવામાં તકલીફ પડે છે આથી ગંદકીનો રોજે રોજ નિકાલ નથી થતો પરિણામે તેઓના વિસ્તારમાં કાયમી માંદગીની સમસ્યાઓ રહે છે.

આના ઉકેલ સ્વરૂપ આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે કે જેમાં   ચીમનભાઈ શુકલ લોક કલ્યાણ ટ્રસ્ટ ” દ્વારા આ વિસ્તાર સ્થિત દરેક ઘર દીઠ એક મોટી પરંતુ વજનમાં હલકી પ્લાસ્ટિકની ડસ્ટબીન આપવામાં આવી છે અને સાથોસાથ ધર દીઠ એક દિવસની એક ગણીને એમ એક પ્લાસ્ટિક બેગ જે ભારત સરકારના પ્લાસ્ટિક માઈક્રોનના નિયમ મુજબની હોય તે દર મહિનાની 30 બેગ વિતરિત કરવામાં આવી છે.અને દર મહીને આ મુજબ ઘર દીઠ 30 બેગોનું વિતરણ કરાશે.

એટલું જ નહીં લોકોને ઘરે ઘરે ફરીને સમજાવવામાં આવ્યા છે તેઓ પોતાના ઘરનો સૂકો – ભીનો કચરો આ બેગમાં એકત્રિત કરે.

અને ત્યારબાદ આ કચરા વાળી પ્લાસ્ટિકની બેગો ના કલેક્શન માટે એક સફાઈ કામદાર  ચીમનભાઈ શુક્લ લોક કલ્યાણ ટ્રસ્ટના ખર્ચે રાખવામાં આવ્યો છે જે રોજ આ બેગનું એકત્રીકરણ કરીને તેને આર . એમ.સી.ની કચરા નિકાલની વ્યવસ્થા સુધી પહોંચાડશે.

હાલ આ પાઈલોટ પ્રોજેક્ટ ” ભીલવાસ- ખાટકીવાસ ” ના વિકાસમાં શરૂ કરાવ્યો છે તેમાંથી શીખ લઈને સમગ્ર રાજકોટમાં ક્રમશ: શરૂ કરાશે.

આ પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે “ચીમનભાઈ શુક્લ લોક કલ્યાણ ટ્રસ્ટ  ના ટ્રસ્ટીઓ સર્વે  કૌશિકભાઇ શુક્લ,  કાશ્મીરાબેન,  કશ્યપ શુક્લ, મેનેજિંગ ટ્રસ્ટ નેહલ શુક્લ અને ટ્રસ્ટના સાથી કાર્યકર્તાઓ સિવાય મહાનુભવો સાંસદ રામભાઈ મોકરીયા , ધારાસભ્ય ડો . દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અમિત અરોરા , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  પુષ્કર પટેલ, સેનીટેશન કમિટીના ચેરમેન  અશ્વિન પાંભર , વોર્ડ નંબર સાતના કોર્પોરેટર  દેવાંગભાઈ માંકડ, જયશ્રીબેન ચાવડા , આર.એમ.સી.ના  નિલેશભાઈ પરમાર , વોર્ડ નંબર 7 ના આગેવાનો રમેશભાઈ દોમડીયા, અનિલભાઈ લીંબડ , રાજુભાઈ મુંધવા , પ્રવીણભાઈ ચાવડા , રસિકભાઈ મોરધરા , જીતુભાઈ વાગડિયા , રાજુભાઈ માસ્તર , હુસેનભાઇ સહિતના વિસ્તારના મોટી સંખ્યામાં હાજર રહ્યા  હતા.મહાનુભવો ની અપીલથી સૌ વિસ્તારના લોકોએ પોતાનું ઘર અને આંગણું સ્વચ્છ રાખવાની સોગંધ લીધી હતી અને પ્રોજેક્ટ  સ્વચ્છ ઘર – સ્વસ્થ પરિવાર ” ને સફળ બનાવવા સહકાર આપવાની ખાતરી આપી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.