Abtak Media Google News

મીઠાના મોંઘા મૂલ

મીઠામાં તેજીથી ઉત્પાદકો , વેપારીઓમાં આનંદ:  કોરોનાની મહામારી પણ ઉઘોગને બંધ રખાવી શકી નથી

દેશભરમાં મીઠાના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે. પ્રતિ વર્ષ એક ટને રૂ. ૬૦૦ સામે આ વર્ષે રૂ. ૧૦૦૦ થી વધુ મળે છે. ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પ્રતિ ટને રૂ. ૧૦૦ નો વધારો જોવા મળ્યો છે.

દેશભરમાં મીઠાના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે અને તેમાંય ગુજરાતનું ૭૦% મીઠું ખારાઘોડા ઝીંઝુવાડા રણમાં થાય છે અને ગત વર્ષે મોડે સુધી વરસાદ વરસતાં અન્ય રાજ્યોમાં મીઠાનું ઉત્પાદન ઘટતા મીઠાની નિકાસમાં વધારો નોંધાયો હતો. દર વર્ષે ખારાઘોડા રણમાં અંદાજે ૧૦ લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન થાય છે અને મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, નેપાળ, દિલ્હી સહિત બહારના દેશોમાં પણ મીઠાની માંગ વધતાં છેલ્લા છ મહિનાથી અહિંના મીઠાની પણ માંગ વધી છે.

જેમાં વેપારીઓને અગાઉ એક ટન મીઠાના ૬૦૦ જેટલાં ભાવ મળતાં હતાં તેને બદલે હાલમાં મીઠાના ભાવ અંદાજે ૧૦૦૦થી વધુ મળી રહ્યાં છે. આમ મીઠામાં તેજી ચાલી છે આથી આ વર્ષે અગરીયાઓને પણ ટન દીઠ રૂા.૧૦૦ જેટલો ભાવ વધારો મળતાં આનંદ જોવા મળી રહ્યો છે. આમ વેપારીઓને મીઠાના સારા ભાવ મળતાં હોય તેઓએ પણ અગરીયાના મીઠાના ભાવમાં વધારો કર્યો છે. ત્યારે આ અંગે અગરીયાઓના જણાવ્યા મુજબ ગત વર્ષે મીઠાના ભાવ રૂા.૨૫૦ મેટ્રીક ટન હતો જે ચાલુ વર્ષે રૂા.૩૫૦ મેટ્રીન ટન કરતાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત પ્રતિ ટન રૂા.૧૦૦નો વધારો થયો છે. તેમાંય દર વર્ષે મીઠું ભરાઈ ગયાં બાદ ૧૫ ઓગષ્ટે તેનો વધઘટનો હિસાબ થતો હોય છે અને ત્યારબાદ નવા વર્ષે રણમાં મીઠું પકવવા જવાના ભાવો પડતાં હોય છે અને તેને આધારે અગરીયાઓ મીઠા ઉપર ધીરાણ લેતાં હોય છે પરંતુ ચાલુ વર્ષે મીઠાની નીકાસ વધતાં અને હાલમાં લોકો દળેલું મીઠું ખાવા લાગતાં ખારાઘોડામાં ફરી ફ્રી ફલો મીઠાનું પેકીંગ કરતી ફેકટરીઓ વધી રહી છે. જુના હિસાબો થયાં પહેલા જ આગોતરા સોદા થઈ ગયાં છે અને અગરીયાઓના બધા જ મીઠાના પાટા સારા ભાવે વેચાઈ ગયાં છે આમ મીઠાની તેજીનો ફાયદો વેપારીઓ અને અગરીયાઓ બંન્નેને મળતાં તેઓ ખુશ જણાઈ આવે છે. આમ કોરોના વાયરસની મહામારી મીઠા ઉદ્યોગ માટે આર્શીવાદરૂપ સાબીત થઈ છે કારણ કે આ ઉદ્યોગ ખાદ્યમાં આવતો હોવાથી એકપણ દિવસ બંધ રહ્યો નથી જેના કારણે આ વર્ષે સારું એવું ઉત્પાદન પણ થવાનું છે ત્યારે આ અગરિયા પોતાના મીઠાના પુરા ભાવ મળતા હાલમાં રણમાં ખુશીનો માહોલ છવાઇ જવા પામ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.