Abtak Media Google News

કુલ ૫૧ કેસ, આરોગ્ય વિભાગની કસોટી

સમગ્ર જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે ગઈકાલે વધુ ઉપલેટા શહેરમાં ચાર કેસ નોંધાતા કોરોનાએ અર્ધી સદી ફટકારી ૫૧ કેસો ઉભા રહી ગયો હતો.

શહેરમાં બે દિવસ કોરોના એક પણ કેસ નહિ નોંધાતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો. પણ ગઈકાલે એકી સાથે ચાર કેસ આવતા કોરોનાએ અર્ધી સદી પૂરી કરી કુલ ૫૧ કેસ નોંધાયા છે.

ગઈકાલે બડાબજરંગ રોડ પર વિશાલ ડેરીની બાજુમાં રહેતા ગાભાની ફષરી કરતા સલીમભાઈના પતની, ફાતમાબેન કાજલીયા, સ્મશાન રોડ ઉપર રહેતા અને પિતાના ઘેરે ડિલેવરી કરવા આવેલા હસીનાબેન બુખારા ફાતીમાબેન ડેરા પાસે રહેતા

અને જુના કાપડનો વેપાર કરતા અયુબભાઈ બચુભાઈ તેમજ જામજોધપૂર બેંકમાં નોકરી કરતા અને ઢાંકની ગારીમાં મો.લા. પટેલનગરમાં રહેતા જયેન્દ્ર રમાકાંતભાઈ સિંધ ના કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી

કડક કાર્યવાહી કરવા માંગ

ગઈકાલે ફારૂકી પ્લાઝા એપાર્ટમેન્ટ સહિત વધુ ત્રણ કેસ શહેરી વિસ્તારમાં  નોંધાયા છે. ત્યારે આ વિસ્તારમાં કોરોનાગ્રસ્ત સ્થળને આડસ મારી પોલીસ બેસાડી દેવી જોઈએ ઘણી જગ્યાએ કવોરન્ટાઈન લોકો ઘરની બહાર નીકળી છૂટથી ફરી રહ્યા છે. આને કારણે આખું શહેર જોખમમાં મૂકાઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.