Abtak Media Google News

ચોબારીથી બોલેરોમાં ક્રુરતાપૂર્વક ભરી પશુઓને લઈ જતા બે શખ્સ ઝડપાયા

ચોટીલાના ચોબારી ગામથી બોલેરોમાં ક્રુરતાપૂર્વક નવ પાડાઓને ભરી રાજકોટ કતલખાને લઈ જતા બે શખ્સોને સંસ્થાના સભ્યો દ્વારા પોલીસની મદદથી ઝડપી પાડયા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા તાલુકાના ચોબારી ગામના અશોક મોતી જખાણીયા પોતાના ઘરેથી પાડાઓ રાજકોટ કતલખાને મોકલવાના હોય જેની બાતમીના આધારે અખિલ વિશ્ર્વ ગૌસંવર્ધન પરીષદ સંસ્થાનાં પ્રમુખ હરેશભાઈ છનાભાઈ ચૌહાણે ચોટીલા પોલીસને સાથે રાખી ચોબારી ગામ રોડ પર હતા ત્યારે નંબર પ્લેટ વગરની બોલેરો પીકઅપ વાનને રોકી તેની તલાશી લેતા પાછળના ભાગે ક્રૂરતાપૂર્વક પગ બાંધેલી હાલતમાં નવ પાડા ભરેલા જોતા પોલીસે તપાસ હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં બોલેરોનો ડ્રાઈવર લાખણકા ગામનો રાયધન હઅકુ સાડમીયા હોવાનું અને તેની સાથે નરેશ વસા જખાણીયા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે બંનેની પુછતાછ કરતા તેઓ ચોબારી ગામના અશોક મોતી જખાણીયા પાસેથી નવ પાડા ભરી રાજકોટ લઈ જવાની કબુલાત આપતા બંનેની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.