Abtak Media Google News

ડેમ વિસ્તારમાં થયેલા વાવેતરને ફાયદો પહોચાડવા સિંચાઇ અધિકારીઓ આવી કરતૃત કરતાં હોવાના આક્ષેપ

અમુક તત્વોના ફાયદા માટે આજી બે સિંચાઈ યોજના ડેમ નું પાણી નદીમાં છોડી વેડફાટ કરી દેવાના મેલા મનસુબા સામે ખેડુતોનો ઉગ્ર વિરોધ

કેનાલમાં પાણી અપાય તો પાંચ હજાર વીઘામાં સિંચાઈ થાય

રાજ્યભરમાં ઉનાળાના અંતિમ તબક્કામાં પીવા અને સિંચાઈના પાણી માટે ની વ્યવસ્થા માં સાંગો પાંગ ઉતરવા માટે તંત્ર ભારે સજાગ બન્યું છે ત્યારે પડધરી પંથકમાં આજી બે ડેમ સિંચાઈ યોજના તેમના પાટીયા ખુલ્લા હોવાથી પાણીનો દેખીતો બગાડ  થઈ રહ્યો છે ખેડૂતોને અત્યારે સિંચાઈ માટે પાણીની ખાસ જરૂરિયાત છે ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓના મનસ્વી મનત નિર્ણયના કારણે આજી બે સિંચાઈ યોજના ડેમનું પાણી કોઈના ઉપયોગમાં આવ્યા વગર નદીમાં વહી રહ્યું છે જો આ પાણી કેનાલ માર્ગ તથા ખેડૂતોને આપવામાં આવે તો 5,000 હેક્ટરથી થી વધુ જમીનમાં સિંચાઈનો લાભ મળી શકે. ખેડુતોના જણાવ્યા મુજબ અધિકારીઓ ડેમના વિસ્તારમાં થયેલા વાવેતરને ફાયદો કરાવવા ડેમમાં વધુ પાણી એકત્રીત થવા દેતા નથી. આ માટે તેઓ સતત પાણી છોડી તેનો વેડફાટ કરી રહ્યા છે.

આજી બે સિંચાઈ યોજના ડેમમાં રાજકોટ શહેરનું વેસ્ટિજ પાણી ભેગું થાય છે થાય છે અને આ પાણીનો સંગ્રહ થયા બાદ કેનાલ દ્વારા ખેડૂતોને ખેતર સુધી પહોંચાડવાની વ્યવસ્થા છે ,પરંતુ છેલ્લા બે મહિનાથી આજી બે સિંચાઈ યોજના ડેમ  પાટિયા ખુલ્લા રાખી દેવામાં આવ્યા હોવાથી  પાણીનો જથ્થો સતત નદી માં વહી રહ્યો છે આ પાણીનો સંગ્રહ બિન ઉપયોગી ધોરણે વેડફાઈ રહ્યું છે, ત્યારે જો આ પાણી કેનાલમાં આપવામાં આવે તો ઓછામાં ઓછી પાંચેક હજાર હેક્ટર જેટલી જમીનમાં ઉનાળુ વાવેતર થઈ શકે, ખેડૂત આગેવાનો દ્વારા ન્યારી બે સિંચાઈ યોજના ડેમ  નદીમાં છોડી દેવાય રહ્યું છે તે પાણી  કેનાલ મા છોડવાની માંગ ઉઠી  છે નદીમાં પાણી વહી જતું જોઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે કે જુઓ પાટીયા બંધ નહીં કરવામાં આવે તો પાણી વેડફાઈ જશે વિસ્તારના ખેડૂતોની માંગણી છે કે નદીમાં પાણીનો પ્રવાહ બંધ કરી કેનાલ દ્વારા ખેડૂતોને યોગ્ય રીતે પાણી ખેતર સુધી પહોંચાડવામાં આવે તો ખેડૂતોના પાણીને લગતા પ્રશ્નો પણ હલ થઈ જશે ,અને પાણીનો ખોટો બગાડ અટકશે ,પડધરી પંથકમાં અબ તકની ટીમ દ્વારા ખેડૂતોને રૂબરૂ મળી આ પ્રશ્નને ઉજાગર કરવામાં આવ્યો હતો.

પાણીનો બગાડ થાય છે નદીમાં વેસ્ટેજ વોટર ભળે છે :હરી ટીંબડીયા

હાજી બે ડેમના પાટિયા ખોલીને વેસ્ટેજ વોટર નદીમાં વહાવી દેવાય છે તેનાથી નદીનું પાણી બગડે છે એના બદલે જો કેનાલ મારફત ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તો ખેડૂતોને લાભ થાય તાત્કાલિક આજી બે સિંચાઈ યોજના ડેમના પાટિયા બંધ કરીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું જોઈએ

ખેડૂતોને પાણીની જરૂર છે: લલીત અકબરી

અત્યારે ખેડૂતોને પાણીની ખાસ જરૂર છે ત્યારે આજે બે ડેમમાં પાણી હોવા છતાં માત્ર આયોજનના અભાવથી કેનાલમાં પાણી છોડાતું નથી જો આ પાણી ખેડૂતોને આપવામાં આવે તો પીવાના પાણીમાં વેસ્ટિજ વોટર ન પડે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી કામ આવે આજે બે ડેમનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવું જોઈએ

પાણી નદીમાં વહાવી દેવાના બદલે કેનાલમાં આપવું જોઈએ: નાગજી લીંંબાસીયા

આજી બે સિંચાઈ યોજના ડેમ ખાસ સિંચાઈ માટેનો જ ડેમ છે તેનું પાણી અત્યારે નદીમાં રહી રહ્યું છે તેના બદલે જો કેનાલ મારફત ખેડૂતોને આ પાણી આપવામાં આવે તો હજારો વિઘા જમીનમાં સિંચાઈ થાય તંત્ર એ તાકીદે તેમના પાટીયા બંધ કરી ખેડૂતોને કેનાલ મારફત પાણી આપવું જોઈએ

પાણી કેનાલમાં છોડવામાં આવે તો 5000 હેક્ટરમાં સિંચાઈ થાય: દિપક લીબાસીયા

આજીડેમ સિંચાઇ યોજના મારફત આસપાસના ગામ નારણકા બાધી ઉકરડા સુંદરકાં ગઢડા મોવિયા સહિતના ગામોમાં કેનાલ મારફત પાણી મળે છે અત્યારે ચોમાસું નજીક છે ત્યારે કેનાલમાં પાણી છોડવાની ખેડૂતો માટે ખાસ જરૂરીયાત છે. અત્યારે ડેમનું પાણી નદીમાં ચાલ્યું જાય છે જો આ પાણી કેનાલ મારફત સિંચાઈ માટે ખેડૂતોનો આપવામાં આવે તો ઓછામાં ઓછું ચારથી પાંચ હજાર હેક્ટરમાં સિંચાઈ થાય અત્યારે આ ડેમમાં માત્ર ચારથી પાંચ કનેક્શન સિંચાઈના છે જે લાઇટ અને ડીઝલ મારફત પોતાના ખેતરો પલાળતા હોય છે અત્યારે પાણીનો જથ્થો પૂરતો છે. ત્રણ નંબરની કેનાલ સુધી આ પાણી જાય છે .છેલ્લા કેટલાક મહિનાથી ખેડૂતોની જરૂરિયાત હોવા છતાં પાણી નદીમાં છોડી દેવામાં આવે છે તેમના પાટીયા રીપેર કરીને પાણી છોડવાની વાત હતી પરંતુ હજી કાંઈ ઠેકાણા નથી

દરવાજાનું રીપેરીંગ થઇ રહ્યું હોવાથી પાણી છોડવામાં આવી રહ્યું છે: નાયબ કાર્યપાલક ઇજનેર

સમગ્ર ઘટના અંગે આજી-ર સિંચાઇ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર પી.આર. ઉમરાણીયાએ જણાવ્યું હતું કે કેનાલના દરવાજા તથા ડેમના દરવાજાનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે દરવાજા ખુલ્લા રાખી પાણી છોડવામાં આવી રહ્યું છે. તેઓએ કહ્યું કે, દરવાજાનુ રીપેરીંગ કામ પૂર્ણ થયે દરવાજાને બંધ કરી પાણી છોડવાનું પણ બંધ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.