Abtak Media Google News

વિદેશ નીતિના માહીર એસ. જયશંકરનું  પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ  ખાતે સંબોધન: રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા કાર્યક્રમનું આયોજન

દેશની વિદેશ નીતિને અપાયેલી એક નવી ઓળખમાં શિલ્પી જેવી ભૂમિકા ભજવનાર પૂર્વ વિદેશ સચિવ અને  વિદેશ રાજ્યમંત્રી ડો. સુબ્રહ્મણ્યમ જયશંકર આગામી તા.2 એપ્રિલના રાજકોટના મહેમાન બની રહ્યા છે.  પ્રબુધ નાગરિકો સાથે તેઓ ’ભારત ભાગ્ય વિધાતા’ પર સંવાદ કરશે. રાષ્ટ્રીય એકતા મંચ રાજકોટ મારફત આ કાર્યક્રમનું આયોજન થયું છે.તા.2 એપ્રિલના સવારે 9-30 કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે આયોજીત  કાર્યક્રમની જે થીમ છે તે ’ભારત ભાગ્ય વિધાતા 2022માં મોદી સરકાર દ્વારા દેશના વિવિધ સંસ્કૃતિઓ અને વૈવિધ્યતાભરી ઓળખ છે તેને એક છત્ર હેઠળ લાવવા અને દેશ-વિદેશના લોકોને આ સંસ્કૃતિ અંગે માહિતગાર કરવા અને તે રીતે વસુધૈવ કુટુંબ ક્રમના ભારતનો જે વૈશ્વિક મંત્ર છે તેને ગુંજતો કરવા આ એક આયોજન દેશના અલગ-અલગ ભાગોમાં થઇ રહ્યું છે.

વિદેશ મંત્રી એસ.જયશંકર  રાજકોટના પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા એસ. જયશંકરની દેશ-વિદેશમાં એક ડીપ્લોમેન્ટ તરીકેની ખાસ ઓળખ બની છે. દેશના બીજા કેરીયર ડીપ્લોમેન્ટ કે જે વિદેશમંત્રી બન્યા છે. તે બહુમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  એસ. જયશંકરને આપ્યું છે. 1977માં ઇન્ડીયન ફોરેન સર્વિસ (આઇએફએસ)માં પ્રવેશ લીધા બાદ તેઓએ પોતાની રાજદ્વારી કુનેહથી અનેક મિશનોમાં કામ કર્યું છે. ખાસ કરીને તેઓ ચીન અને અમેરિકા ખાતે ભારતના રાજદૂત તરીકેની કરેલી કામગીરી પ્રશંસનીય રહી છે અને અમેરિકા સાથેની શાંતિના હેતુ માટેની અણુ સમજૂતીમાં પણ તેમની મોટી ભૂમિકા રહી છે. જ્યારે મોદી સરકારમાં વિદેશ મંત્રી બન્યા બાદ ભારતની જે સ્વતંત્ર વિદેશ નીતિ છે તેને તેઓએ ઓળખ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈક્વિક નેતા તરીકે સ્થાપિત થયા તેમાં પણ એસ. જયશંકરનું યોગદાન મહત્વનું રહ્યું છે. અને એક તરફ બેબાક ભાષામાં ચીન અને અમેરિકાને પણ સાચી વાત કહેવાની હિંમત રાખનાર ડીપ્લોમેટ તરીકે તેમની ઓળખ બની છે.  એસ. જયશંકરએ વિવિધ દેશો સાથે ભારતના સંબંધોમાં નવો યુગ આવ્યો છે તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર સાથે કામ કરીને સફળતા અપાવી છે. આમ એક કુશળ ડીપ્લોમેટ તરીકે નામના મેળવનાર એસ. જયશંકર રાજકોટ આવી રહ્યા છે તે રાજકોટના પ્રબુધ્ધ નાગરિકો માટે તેમને સાંભળવા એક અવસર છે. તેનો લાભ લેવા રાષ્ટ્રીય એકતા મંચના  શૈલેષભાઇ જાની, અજયભાઈ જોષી, હિરેન કાવઠીયા, નંદલાલભાઇ માંડવીયા, ડી.વી. મહેતા, મનોજભાઈ કલ્યાણી, અનુપમભાઇ દોશી, અજયભાઇ પટેલ, દુર્લભસિંહ રાઠોડ, કરસ્યપભાઇ છોટાઇ, સંજયભાઇ ટાંક તથા ડો. જનકભાઈ મારૂએ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.