Abtak Media Google News

ભારત માટે એરસ્પેસ અને અફઘાનિસ્તાન સોનો ટ્રેડ રૂટ બંધ કરવાની રઘવાયા પાકિસ્તાનની તજવીજ

કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ નાબુદ કરવામાં આવી તે બાદ પાકિસ્તાન ભારતને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. પાક.ના વડાપ્રધાન ઈમરાન ખાનના ભાષણમાં જો કે સાથે હવે પીઓકેને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાનમાં જ ઈમરાન ખાન વિરુદ્ધ રાજકીય બળાપો ઠાલવવામાં આવી રહ્યો છે. પાક.ના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ ઈમરાન ખાન પર પ્રહારો કર્યા છે. અને કહ્યું છે કે, કાશ્મીર તો પાકિસ્તાનના હામાંથી ગયું છે હવે તો પીઓકે બચાવવાના પ્રયાસો કરો નહીં તો તેને પણ ભારત લઈ લેશે. પાકિસ્તાનમાં વિપક્ષ પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલે ઈમરાન ખાન પર નિશાન સાધતા કહ્યું કે, ઈમરાન ખાનની પાકિસ્તાન સરકાર ઉંઘતી રહી અને કાશ્મીર આપણા હામાંથી જતું રહયું. કાશ્મીર પર પહેલા આપણી પોલીસી શું હતું, પહેલા પોલીસી હતી કે કાશ્મીર કેવી રીતે મેળવીશું અને હવે એવી સ્થિતિ છે કે પીઓકેને કેવી રીતે બચાવવું. હાલ પાકિસ્તાનની વિદેશ નીતિની આ સ્થિતિ થઈ ગઈ છે કે કાશ્મીર લેવા જતાં પીઓકે બચાવવામાં પણ ફાફા પડી રહ્યાં છે.

પાકિસ્તાનમાં વિપક્ષે સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે વિદેશી નીતિ હોય કે ર્આકિ નીતિ આ કઠપુતળીની સરકાર દરેક જગ્યાએ નાકામ રહી છે. ઈમરાન ખાને જ્યારે પાકિસ્તાનમાં વિપક્ષ સાથે લડવાનું હોય છે ત્યારે શેર બની જાય છે અને મોદી વિરુદ્ધ તો ચૂં પણ ની કરી શકતા અને બિલ્લી બની જાય છે. બીજી તરફ પાકિસ્તાનમાં વિપક્ષના બળાપા વચ્ચે પાકિસ્તનના વડાપ્રધાન ઈમરાન ખાને અગાઉ પરમાણુ હુમલાની ધમકી આપી હતી. હવે એવા અહેવાલો છે કે ભારત સોનો જે એરસ્પેસ છે તેને હંમેશને માટે બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત હાલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો જે વ્યાપાર છે તેના માટે હાલ પાકિસ્તાનના માર્ગો પર નિર્ભર પહેવું પડે છે. પાકિસ્તાન હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના આ વ્યાપારને અટકાવવાના પ્રયાસો કરવામાં લાગી ગયું છે. આ માહિતી પાકિસ્તાનના મંત્રી ફવાદ હુસૈને આપી હતી, તેમણે જણાવ્યું હતું કે, ઈમરાન ખાને કહ્યું હતું કે, મોદીએ શરૂઆત કરી હતી પણ તેનો અંત હું કરીશ.

નોંધનીય છે કે, કલમ ૩૭૦ નાબુદ કરવામાં આવી તે બાદ પહેલી વખત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને વિપક્ષે ઘેર્યા છે સો એ વાતનો સ્વીકાર પણ કરી લીધો છે કે કાશ્મીર ભારતનો જ ભાગ છે અને તે પાપિસ્તાનના હામાંથી ગયું છે. આગામી દિવસોમાં પાકિસ્તાનમાં કાશ્મીરને ત્યાનો વિપક્ષ ઈમરાન ખાનના વિરોધનો મોટો મુદ્દો પણ બનાવી શકે છે. અગાઉ ઈમરાન ખાને પણ કહ્યું હતું કે, અમને ચિંતા છે કે ગમે ત્યારે ભારત હવે પીઓકેને મેળવવાના પ્રયાસો પણ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.