Abtak Media Google News

સરકારની મુશ્કેલી હળવી કરવા રિઝર્વ બેન્ક કેવી રીતે પ્રાણ પૂરી શકે છે!

ભારત દેશની અર્થવ્યવસ્થા ખુબ જ નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે ત્યારે દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે બેઠી કરાય અથવા તો કેવી રીતે પ્રાણ પુરી શકાય તે દિશામાં હાલ ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની પાસે પડેલા ૪૦ લાખ કરોડની અસકામતમાંથી દેશને ૧.૭૬ લાખ કરોડ રૂપિયા આપવાની વાત કરી છે ત્યારે બેંક દ્વારા ૧.૨૩ લાખ કરોડ બેંક પાસે રહેલા સરપ્લસમાંથી આપવામાં આવશે જયારે બાકી રહેતા ૫૨,૬૩૭ કરોડ રીઝર્વ બેંક પાસે રહેલા સરપ્લસ રીઝર્વમાંથી આપવામાં આવશે જયારે મુખ્ય પ્રશ્ન એ ઉદભવિત થાય છે કે, આ રકમ મળતાની સાથે જ ભારત દેશ દ્વારા દેશમાં જે કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે તેમાંથી કેવી રીતે ઉગાડી શકશે.

દેશ માટે મુખ્ય પ્રશ્ન એજ ઉદભવિત થઈ રહ્યો છે કે, રકમ મળતાની સાથે દેશ કયાં ક્ષેત્રમાં આ રકમનો ઉપયોગ કરશે. જો રીઝર્વ બેંક દ્વારા આપવામાં આવતી ૧.૭૬ લાખ રૂપિયાની મદદ યોગ્ય રીતે આયોજન નહીં કરાય તો સ્થિતિ વણસી પણ શકે છે ત્યારે હાલ રીઝર્વ બેંકની મદદ શું દેશ માટે કારગત નિવડશે કે કેમ ? તે એક મોટો પ્રશ્ન ઉદભવિત થયો છે. હાલ દેશમાં તમામ ક્ષેત્રો મંદીનાં ઓઠા હેઠળ જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે દેશને મળતી સહાય જો રોડ, હાઈવે, રેલવે ટ્રેક, અર્બન ડેવલોપમેન્ટનાં પ્રોજેકટો કે જે બંધ પડેલા છે તેનાં ઉપયોગમાં જો લેવામાં આવે તો દેશની અર્થવ્યવસ્થા પુન: જીવંત થઈ જશે. સાથોસાથ સ્ટીલ ક્ષેત્ર, સિમેન્ટ, પેટ્રોલિયમ એન્ડ પાવર, પ્રાઈવેટ સેકટરમાં રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો સાથોસાથ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ભારતમાલા યોજના જેવી યોજનાઓમાં જો આ ફંડનો વપરાશ કરવામાં આવે તો દેશની આર્થિક સ્થિતિમાં સુધારો પણ જોવા મળી શકે તેમ છે.

દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથનું જે સ્વપ્ન જોવામાં આવ્યું છે તેને પૂર્ણ કરવા માટે આરબીઆઈ દ્વારા જે સહાય આપવામાં આવશે તે અસરકારક નિવડશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મળતી મદદથી દેશમાં જે તરલતાનો મુખ્ય પ્રશ્ન ઉદભવિત થયો છે તેનાં પર પૂર્ણવિરામ મુકી શકાશે. માત્ર સરકાર દ્વારા તેનું યોગ્ય પાલન કરવામાં આવે તે જ જરૂરી છે. સાથોસાથ દેશની કરોડરજુ સમાન ગણાતી નોન બેન્કિંગ ફાયનાન્સીયલ કંપનીઓને જે તરલતાનો પ્રશ્ન સતાવી રહ્યો છે તેને પણ નાબુદ કરવા માટે આરબીઆઈ દ્વારા કરવામાં આવતી મદદ આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે યોગ્ય આયોજનનું પણ એટલી જ આવશ્યકતા છે. ત્યારે તજજ્ઞોનું માનવું છે કે, જો દેશ આ અંગે યોગ્ય આયોજન કરવામાં સફર સાબિત થશે અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી મળતા ફંડનો યોગ્ય રીતે ઉપયોગ કરશે તો સ્થિતિમાં અનેકગણો સુધારો થાય તેમ લાગી રહ્યું છે નહીંતર દેશે ફરીથી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે જે હાલ દેશ માટે તે શકય નથી જેનું મુખ્ય કારણ એ છે કે હાલની સાંપ્રત પરિસ્થિતિમાં પણ ભારત દેશની આર્થિક વ્યવસ્થા ખુબ જ નાજુક છે. આરબીઆઈએ સોમવારના રોજ સરકારને ૧.૭૬ લાખ કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી છે. આ મુદ્દે ફરીથી રાજનીતિ શરુ થઇ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, મને આ મુદ્દે વિપક્ષના નિવેદન પર હસવું આવી રહ્યું છે. આ નિર્ણય બિમલ જાલાન કમિટીની ભલામણ બાદ લેવામાં આવ્યો છે. તેઓ આ ફિલ્ડના નિષ્ણાત છે. એવામાં આરબીઆઈને લઈને સવાલ ઉઠાવવો તે મને વિચિત્ર લાગી રહ્યો છે. આ મુદા પર રાહુલ ગાંધીના નિવેદન પર તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું ,જયારે જયારે તેઓ ચોર-ચોર એવું કહી રહ્યા છે ત્યારે મને તે બાળકોવાળી રમત લાગી રહી છે. જનતાએ તેમના આ નિવેદનનો સાચો જવાબ આપ્યો છે. નાણામંત્રીએ દેશના નાના મોટા તમામ ઉદ્યોગોને કહ્યું છે કે તેઓ નિર્ભયપણે વેપાર કરે. તેમને ડરવાની જરૂર નથી. નાણામંત્રી દેશના ઉદ્યોગપતિ માટે સકારાત્મક માહોલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. ગત દિવસોમાં તેમણે ઈન્ક્મ ટેક્સવિભાગના અધિકારીઓને જણાવ્યું હતું અને અપીલ કરી હતી કે તેઓ ટેક્સપેયર્સ સાથે સારો વ્યવહાર કરે. ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે.  આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા ફંડને લઈને નિર્મલા સીતારમને કહ્યું, આ નિર્ણય બિમલ જાલન કમિટીએ કર્યો છે. આ નિર્ણય પર સવાલ ઉઠાવવો તે મને વિચિત્ર લાગી રહ્યું છે.

બજારને મંદીમાંથી બહાર કાઢવા સરકાર મરણીયું બન્યું: રિયલ એસ્ટેટને ધમધમતુ કરવા ‘પટારા’ ખોલશે સરકાર!

ભારત દેશ હાલ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થાને પણ માઠી અસર પહોંચી છે ત્યારે દેશ માટે રીયલ એસ્ટેટ ક્ષેત્રની હાલત પણ દયનીય છે. ભારત દેશ બજારને મંદીને માહોલમાંથી બહાર કાઢવા માટે મરણીયુ બન્યું છે અને રીયલ એસ્ટેટ ક્ષેત્રને ફરી ધમધમતું કરવા અને પ્રાણ પુરવા સરકાર તેનાં બંધ પડેલા પટારાઓ ખોલશે તે સ્થિતિનું પણ નિર્માણ થયું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં સરકાર રીયલ એસ્ટેટ ક્ષેત્રને રાહત પેકેજ આપે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. રાહત પેકેજ મળતાની સાથે જ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે બંધ પડેલા પ્રોજેકટો છે તેને પુન: ચાલુ કરવામાં આવશે. હાલ રીયલ એસ્ટેટ ક્ષેત્ર તરલતાનાં અભાવનો સૌથી વધુ સામનો કરી રહ્યું છે ત્યારે ગત શુક્રવારનાં રોજ નાણામંત્રી નિર્મલા સીતારામને રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા નામાંકિત ઉધોગકારો સાથે વાતચીત કરી હતી અને હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન તરફથી વધારાની તરલતાની સુવિધા પુરી પાડવા માટે ૨૦ હજાર કરોડથી વધારી ૩૦ હજાર કરોડ સુધીની સહાયની જાહેરાત કરી છે. સરકાર દ્વારા જે અર્ફોડેબલ હાઉસીંગને લઈ જે વ્યાખ્યા આપવામાં આવી છે તેને પણ બદલાવવામાં આવશે. સાથોસાથ રીયલ એસ્ટેટ ક્ષેત્રને અવરોધરૂપ ગણાતા ટેકસનો દર, તરલતાનો અભાવ, ઈન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ સહિત અનેક મુદા પર પ્રશ્ર્નાર્થ ઉભા કર્યા હતા ત્યારે ક્રેડાઈનાં પ્રમુખ જક્ષયભાઈ શાહે જણાવ્યું હતું કે, રેરા કાયદાને વધુ મજબુત બનાવવામાં આવે અને રીયલ એસ્ટેટ ક્ષેત્રને સ્ટ્રેસ ફંડ આપવામાં આવે જેથી ભારતનાં નાણામંત્રાલય દ્વારા રીયલ એસ્ટેટ ક્ષેત્રને સ્ટ્રેસ ફંડ પેટે ૧૦ હજાર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારે જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથની જે ચર્ચા અને જે સ્વપ્ન દેશનાં વડાપ્રધાન દ્વારા જોવામાં આવ્યું છે તેનાં માટે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રાણ પુરવા અતિ મહત્વપૂર્ણ બન્યા છે જે કાર્ય હાલ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.