Abtak Media Google News
  • રૂપકડું તળાવ, ખજ્જર, બોર્રા ગુફા, પેન્ગોન્ગ તળાવ, ચેરાપુંજી ધોધ, થીરપલ્લીનો ધોધ, કાશ્મીરનું ચાદર તળાવ જેવા ભારતના સ્થળો ધરતી પર સ્વર્ગ ખડું કરે છે
  • કુદરતી સૌર્દ્યનો મહમોહક નઝારો મન પ્રફૂલ્લિત કરે છે: ઘણી જગ્યાએ આપણે જઇએ ત્યારે જન્નતનો અહેસાસ થાય છે: ભારતનું સ્વીઝરલેન્ડ ઔલીનો હિમાલયની વાદીઓનો શ્રેષ્ઠ નઝારો છે

ભારત એક સુંદર દેશ છે, હિન્દુસ્તાનનો ઇતિહાસ ઘણો પ્રાચિન છે. ભારતીયો વેકેશન કે રજાના માહોલમાં રમણિય સ્થળોએ ફરવા જઇને આનંદ માણતા હોય છે. વિશ્ર્વભરમાંથી ઘણા પ્રવાસીઓ આપણે ત્યાં ફરવા આવે છે. માનવી શનિ, રવિની રજામાં વૃક્ષો, પક્ષીને પાણી હોય તેવી કુદરતી જગ્યાએ ફરવા જાય છે. પ્રાચિનકાળથી ચાલી આવતો ‘વન ભોજન’ ક્ધસેપ્ટ પણ એજ વાત બ્યાન કરે છે.

Ghats Of Varanasi

દક્ષિણ એશિયામાં આપણો એકમાત્ર દેશ ભારત છે જેનો સાંસ્કૃતિક અમર વારસો છે. વિદેશોના રમણિય સ્થળોને પણ ભૂલાવી દેવા અફાટ સૌર્દ્ય ધરાવતા ઘણા સ્થળો છે. જ્યાં માનવી તન, મન સાથે આનંદની અનૂભૂતિ કરે છે. મોટાભાગના લોકો કાશ્મીરને ભારતનું સ્વર્ગ ગણે છે પણ તેના જેવા સુંદર સ્થળોની હારમાળા આપણી સંસ્કૃતિની ધરોહર છે. શિયાળું, ઉનાળું વેકેશન પરિવાર સાથે બહાર ફરવા જવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પણ ઘણા સ્થળોને વિકસાવીને નયનરમ્ય બનાવ્યા છે. એકલા સૌરાષ્ટ્રમાં જ જૂનાગઢ, ગિરનાર કે તેનું જંગલ, દ્વારકા, માંડવી, માધવપુર જેવા ઘણા સ્થળો જોવા લાયક છે. દેશના દરેક રાજ્યોમાં આજે જોવા લાયક અને ફરવા લાયક સ્થળો વિકસ્યા છે.

દિવનો દરિયો કે આબુ સિવાય આજે આ લેખમાં વિવિધ સ્વર્ગસમા નયનરમ્ય સ્થળોની વાત કરવી છે. આજે સ

Solang Valley Manali

મગ્ર દેશના રોડ, રસ્તા ખૂબ જ સારા થઇ ગયા છે ત્યારે પોતાની કાર લઇને તમો ફેમીલી ટુર કોઇપણ મુશ્કેલી વગર કરી શકો છો. ઘણા હરિયાળા સ્થળો, અદ્ભૂત જંગલો સાથે ઘણું જોવા લાયક છે. દેશનું સૌથી મુખ્ય પર્યટન સ્થળ હિમાચલ રાજ્ય છે જ્યાં અસીમ સુંદરતા અને આકર્ષણ લોકોના મન હરી લે છે. અહીં કુલ્લુ, મનાલી, ચંબા અને સિમલા જેવા ઘણા પર્યટન સ્થળો આવેલા છે. હિમાલયની પ્રાકૃત્તિક સુંદરતા જ પ્રવાસીઓને શાંતિ અર્પે છે.

I Am Gujarat

ભારતમાં સૌથી વધુ જોવાતો તાજમહલ 1632માં નિર્માણ થયો હતો. આ તાજમહલની રચના એવી છે કે તેનો રંગ દિવસના સમય સાથે બદલાય છે. આવુ જ એક સ્થળ લેહ લદાખ છે, જે પૃથ્વી પરનું સ્વર્ગ છે. અહીંના પ્રાકૃત્તિક દ્રશ્યો પર્યટકોને પ્રભાવિત કરે છે. હિમાલય પ્રદેશની સ્પીતી ઘાટી પણ જોવા જેવી છે જે સમુદ્ર સપાટીથી 12500 ફૂટ ઊંચાઇ પર આવેલી છે. બરફથી ભરેલા પહાડોની કાશ્મીરી ઘાટીનો નયનરમ્ય નઝારો યુવા હૈયાઓનું મુખ્ય આકર્ષણ છે. આપણી હિન્દી ફિલ્મોમાં પણ ભારતના વિવિધ કુદરતી સ્થળો પર ગીત ફિલ્માંકન થાય ત્યારે નઝારાનો જલ્વો બહુ જ ગમે છે. કાશ્મીર માટે માર્ચથી ઓક્ટોબરનો ગાળો ફરવા જવા માટે શ્રેષ્ઠ છે.

Gettyimages 665475861 5812Dca35F9B58564C867575

રાજસ્થાન ખાસ પર્યટકોનું ચહિતું રાજ્ય છે જેમાં આબુ એકમાત્ર હિલસ્ટેશન સાથે મહત્વપૂર્ણ જૈનતીર્થ સ્થળ છે. અહીં તળાવ સાથે ઘણા જોવા લાયક સ્થળો હોવાથી ગુજરાતીઓ શનિ, રવિ આનંદ માણવા ફેમીલી સાથે અવશ્ય પહોંચી જાય છે. જયપુર, જેસલમેર જેવા વિવિધ સ્થળો પણ હાલના ફરવા લાયક સ્થળોમાં હોટ ફેવરીટ ગણાય છે.

ઉત્તરાખંડમાં હરદ્વાર, ઋષીકેશ, લક્ષ્મણ ઝુલા, રામ ઝુલા, ત્રિવેણી ઘાટ વિગેરે આકર્ષણ પર્યટન સ્થળો છે. નૈનીતાલ અને મસૂરીનો હવા ખાવા લાયક સ્થળો જાણીતા છે. શ્રીનગરને ‘હેવન ઓનઅર્થ’ કહેવાય છે, જેલમ નદીના કિનારે આવેલું શ્રીનગર કાશ્મીરની રાજધાની છે. સૌથી રમણિય અને યુવાધનનું પ્રિય ગોવા સૌથી સારા સ્થળ પૈકી એક છે. દરિયા કિનારે વોકીંગ, પોર્ટુંગીઝ સંસ્કૃતિ એકવાર જોવા જેવું છે. આગ્રાનો કિલ્લો જેને 2004માં વાસ્તુકલાનો એવોર્ડ મળ્યો હતો.

Featured

આવુ જ એક સ્થળે ‘ઉટી’ છે. જેને ક્વીન ઓફ હિલ્સ કહે છે. પ્રકૃત્તિ અને પહાડી પ્રેમીઓને અહિં જલ્વો પડી જાય છે. નિલગીરી હિલ્સ, ચાના બગીચા અને કુદરતી ઝરણા આ સ્થળને વધુ રૂપકડા બનાવે છે. ખજૂરાહોની ગુફા, રણથંભોરનું જંગલ, ઇલોરાની ગુફા, જીમકોર્બેટ નેશનલ પાર્ક જેવા વિવિધ સ્થળો ખૂબ જ જાણિતા છે. કાજીરંગા અને કાન્હાનેશનલ પાર્ક જેવા ઘણા સ્થળો પ્રવાસીઓના મનમોહી લે છે. આપણાં દેશના નેશનલ પાર્કો ખૂબ જ સુંદર હોવાથી વિદેશી પ્રવાસીઓને મઝા આવે છે.

5 Kashmir Valley

ધરતી પર સ્વર્ગની અનૂભૂતિ કરાવતા ભારતના વિવિધ સ્થળોમાં ઘણી સુંદરતા જોવા મળે છે. અમુક જગ્યા તો આપણને ખ્યાલ પણ હોતો નથી પણ આજના ઇન્ટરનેટ યુગે ઘણી સુવિધા આપી હોવાથી ગુગલ મેપના રસ્તે આપણે પ્રવાસ કરતા મૂળ સ્થાને પહોંચી જઇએ છીએ. ઉત્તરાખંડમાં આવેલ રૂપકુંડ તળાવના કુદરતી દ્રશ્યો, નઝારો આપણને વશીભૂત કરી દે છે. ભારતના મીની સ્વિટ્ઝલેન્ડ ગણાતા હિમાલયના ખજ્જરની ગીચ ઝાડી અને પક્ષીઓના વિવિધ કલરવથી આહલાદક વાતાવરણ સર્જે છે. આંધ્રપ્રદેશની બોર્રા ગુફા પહાડોની વચ્ચે બનેલ છે. લેહથી 160 કિમી દૂર પેન્ગોન્ગ તળાવ બાઇકર્સ માટે ખૂબ જ જાણીતું બન્યું છે. આ સ્થળે અનુભવાતી શાંતિનો અહેસાસ જ તેની કુદરતી તાકાત છે.

Compressed Tggy

ચેરાપુંજી પાસે 1100 ફૂટ ઊંચાઇથી પડતાનો હકલીકાય ધોધના પાણીને જોવાની મઝા પડે છે, તો આવી જ રીતે કેરળના કોચીથી થોડે દૂર જંગલોની વચ્ચે થીરપલ્લી પાણીનો ધોધ સાથે જંગલના વિવિધ પ્રાણીઓ, ઝરણા જોવાની મોજ પડી જાય છે. કાશ્મીરમાં એક ચાદર તળાવ તરીકે જાણીતી જગ્યા છે. જેમાં તળાવ ઉનાળામાં નદી હો પણ શિયાળો આવતા ચાદર બની જતા લોકોને તળાવમાં ચાલવાની મોજ પડી જાય છે.  આપણાં દેશમાં નોર્થ, ઇસ્ટ અને સાઉથ કે વેસ્ટમાં ચોમેર દિશાએ પવર્તમાળા, જંગલો, સુંદર તળાવો, જગપ્રસિધ્ધ મંદિરો, ગુફાઓ સાથે હિમાલયના બરફ આચ્છાદીત પર્વતોની વણઝાર કંઇક અનોખો અહેસાસ કરાવે છે. કાશ્મીરથી ક્ધયા કુમારી કે સોમનાથ, દ્વારકા, માંડવીના દરિયા કિનારેથી દેશના બીજા છેડા સુધી હજારો વનસ્પતિઓ, જીવસૃષ્ટિ સાથે પર્યાવરણ જીવંત છે ત્યારે આ વેકેશનના જલ્વા સમા સ્થળોએ પરિવાર સાથે મનમૂકીને રૂમઝૂમનો આનંદ માણવો એજ સાચુ જીવન સુખ ગણી શકાય છે. બાર જ્યોતીલીંગો સાથેના શિવાલયો તો તીરૂપતિ બાલાજી જેવા વિવિધ મંદિરો ભારતીયોના શ્રધ્ધા આસ્થાનું પ્રતિક છે. સર્વ ધર્મ સમભાવને વરેલા આદેશમાં અમૃતસરનું સુવર્ણ મંદિરની શોભા અનેરી છે.

Compressed Sozw

વિશ્વમાં ભારત ઓછા પૈસામાં સારી મુસાફરી કરવા માટે સર્વોચ્ચ દેશ

ભારત એક સુંદર દેશ છે, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાસભર દેશ છે. અહિં ઓછા પૈસામાં સારી મુસાફરી કરી શકાય તેવો દેશ છે. ભારતમાં પર્યટન ઘણા સસ્તાઅને સુંદર છે. દેશના સ્વાદિષ્ટ ભોજનને કારણે વિદેશી ટુરિસ્ટો બહુ જ ફરવા આવે છે. લેહ લદાખનું આકર્ષ અને સંસ્કૃતિ લોકપ્રિય છે.

Best Indian Tourist Placeses

આપણો દેશ અનેક સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો એશિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્ર્વમાં 7મા નંબરો અને વસ્તી મુજબ બીજા નંબરનો દેશ છે. દેશમાં 400થી વધુ ભાષા બોલાય છે. દુનિયાનું સૌથી મોટું ચોથા નંબરનું અર્થતંત્ર છે, અને હાલ દુનિયામાં સૌથી ઝડપી વિકસતું બીજુ અર્થતંત્ર છે. સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે હિન્દુ, જૈન, શીખ અને બૌધ્ધ ધર્મનો ઉદ્ભવ ભારતમાં થયો હતો.

આપણાં ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારાનું વરસાદમાં સૌર્દ્ય અનેરૂ નીખરી ઉઠે છે. આપણાં દેશની ત્રણ બાજુ સમુદ્ર ઘેરાયેલો છે. દેશમાં ઊંચા શિખરો, વિશાળ પર્વતો, રણપ્રદેશ, તળાવો, નદીઓ, પ્રાચિન ઇમારતો, જંગલો વિગેરે જોવાલાયક છે. અંદમાન અને નિકોબાર દ્વીપ સમુદ્રના હૈવલોક ટાપુમાં આવેલો રાધાનગર બીચ દેશનો સૌથી સુંદર સમુદ્ર કિનારો છે. રોસ અને સ્મિથ આઇલેન્ડ બીચને આંદામાનનો સૌથી સુંદર બીચ માનવામાં આવે છે. આ સિવાય આ જગ્યાએ વંદુર બીચ, કાલા પથ્થર બીચ, એલિફન્ટ બીચ પણ જોવાલાયક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.