Abtak Media Google News

મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિ.કમિશનર અને હાઉસીંગ કમિટી ચેરમેનની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PMAY હેઠળ બનનારી સ્માર્ટ ઘર ૧-૨-૩ ના કુલ ૨૧૭૬ આવાસ માટેના ફોર્મનું વિતરણ તારીખ: ૩૧-૦૭-૨૦૧૯ સુધી રાખવામાં આવેલ હતું પણ હવે ફોર્મ લેવા અને પરત મેળવવા માટેની મૂદત લંબાવીને તા.૧૪-૮-૨૦૧૯ નક્કી કરવામાં આવી છે.  રાજકોટ મહાનગરપાલિકાના છ (૬) સિવિક સેન્ટર અને રાજકોટની આઈસીઆઈસીઆઈ બેંકની વિવિધ જે તે શાખા પરથી ફોર્મ મેળવી શકાશે, તેમ મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશન બંછાનિધિ પાની અને હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગરે જણાવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે, પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ધરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે. સ્માર્ટ ધર EWS-૧ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. જે કુટુંબની સંપૂર્ણ વાર્ષિક આવક રૂપિયા ૦૩ લાખ સુધી હશે તેવા કુટુંબો આ આવાસના ફોર્મ ભરી શકશે. રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ. (આઈસીઆઈસીઆઈ) બેન્કની વિવિધ શાખા ઉપરાંત છ (૬) સિટી સિવિક સેન્ટર પરથી તારીખ: ૧૪-૮-૨૦૧૯ સુધીમાં આ યોજના માટેના અરજીપત્રકો મેળવી શકશે.સિટી સિવિક સેન્ટર પરથી સવારના ૧૦:૩૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આવાસ યોજનાના ફોર્મમાં જરૂરી માહિતી ભરીને તારીખ: ૧૪-૮-૨૦૧૯ સુધીમાં નાગરિકોએ ફોર્મ પરત કરવાના રહેશે. મૂદત વિત્યા પછી નાગરિકોના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ, તેથી જાહેર જનતાને અપીલ કે સમયસર ફોર્મ ભરીને સિવિક સેન્ટર અને આઈસીઆઈસીઆઈ બેંકમાં પરત કરી આપે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.