Abtak Media Google News

દેશ બદલ રહા હૈ!…

બાબા આદમ વખતના ખખડધજ કાયદાઓને અલવિદા કરી નવસર્જન કરવા કેન્દ્રીય સમિતિની બેઠક

કાયદો લોકોની સુખાકારી માટે છે તે ઉક્તિને વધુ સારી રીતે સાર્થક કરવા માટે અને દેશને સુરક્ષિત કરવા માટે ક્રિમિનલ પ્રોસિઝર કોર્ડમાં ધરખમ ફેરફાર કરવા માટે કમિટિ રચનાકરવામાં આવી છે. આ કમિટીમાં પાંચ સભ્યોની બનેલી સમિતિમાં સલાહકારો, સંશોધનકારો અને તેને લાગતા વળગતા ૩૦ સભ્યની ટીમ બનાવવામાં આવી છે આ કમિટિ દ્વારા કાયદામાં શુ સુધારા કરવા તે અંગે મંતવ્ય માગવામાં આવ્યા છે. સીઆરપીસીના કાયદામાં બાબા આદમ વખતના બીન જરૂરી અને ખખડધજ કાયદાને રદ કરી કાયદાનું નવસર્જન કરવા માટે કમિટિ દ્વારા કાયદાના તજજ્ઞ પાસે સુચન મગાવવાનું શરૂ કરી દીધું છે.

સીઆરપીસી કાયદો બનાવવામાં આવ્યો ત્યારે તે સમય મુજબ યોગ્ય હતો પરંતુ હાલના સમય અને સંજોગો મુજબ કાયદામાં ઘણા સુધારા વધારાની જરૂર જણાતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સીઆરપીસીના કેટલાક બીન જરૂરી અને બાબા આદમ વખતના જુના કાયદાને રદ કરી હાલની પરિસ્થિતી મુજબ નવા કાયદા લાગુ કરવા માટે અને ફોજદારી કાયદામાં જરૂરી સુધારા કરવા માટે રચાયેલી કમિટિ દ્વારા જરૂરી સુચન માગવામાં આવ્યા છે.

સીઆરપીસી કાયદામાં સુધારાને પારદર્શક અને ન્યાયિક બની રહે તે માટે રજુ કરવામાં આવતા મંતવ્ય અને સુચનોને આવકાર્ય છે. જેમાં સુપ્રિમ કોર્ટના ભુતપૂર્વ ન્યાયધિશો, સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના સિનિયર એડવોકેટ અને બ્યુરોક્રેટ્સ સહિત વિવિધ વિદ્વાનોને કમિટિ દ્વારા પત્ર પાઠવી સીઆરપીસી કોર્ડમાં શુ ફેરફાર અને સુધારા જરૂરી છે તે અંગેના સુચન માગતો પત્ર લખવામાં આવ્યો છે.

સીઆરપીસી કાયદામાં શુ સુધારા જરૂરી છે તે અંગે સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટના પૂર્વ ન્યાયધિશોએ વકીલોના કામકાજ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સમિતિ દ્વારા આ સાથે જણાવવામાં આવ્યું છે કે ઇ-મેઇલ, વેબસાઇટ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ સારૂ પરિણામ લાવવા તાકીદ કરી કાયદામાં સુધારા માટેના સુચનો મોકલવા માટે અનુરોધ કર્યો છે.

સીઆરપીસીના કાયદામાં ફેરફાર માટે સુચન અને સલાહ માટે નોંધણી કરવાની પસંદગી કરવાનું ઓપશન આપવામાં આવ્યું છે. જેમા મતની પસંદગી, જાતિય લક્ષણ, વિકલાંગો, જાતિ, વર્ગ, લીંગ, ધર્મ, નિવાસ સ્થાન કે જન્મ સ્થળ જેવા સલાહ સુચનો મોકલવા માટે કમિટિ માટે ખુલ્લા મુકી આ માટે મંતવ્ય, સુચનો, ભલામણ અને અનુભવ રજુ કરવા વિના મુલ્યે હોવાનું કમિટિ દ્વારા જણાવવી તમામ વર્ગના લોકોને સુચન મોકલવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. પરામર્સ પ્રક્રિયાને પ્રતિક્રિયા આપવા સમય મર્યાદામા વધારો કરવા સુચન પર વૈવિધ્ય વ્યક્ત કરવામાં આવ્યું છે. કાયદામાં સુધારા માટેના સુચનો છ માસ સુધી સ્વિકારવામાં આવશે ત્યાર બાદ સુચનો ધ્યાને લેવામાં નહી આવે તેમ કમિટી દ્વારા જણાવી ગુન્હાહિત ન્યાય વહીવટમાં તમામ હિતધારકો સાથે જોડાવવા માટે કોઇ પણ ક્ષમતામાં કામ કરી ગુનાહીત કાયદામાં સુધારા માટે ફેરફાર કરવાની તૈયારી દર્શાવી છે.

સીઆરપીસીમાં ફેરફાર માટે તમારા

સૂચનો ‘અબતક’ને મોકલવા આહ્વાન

કેન્દ્રીય કમીટી દ્વારા સીઆરપીસીમાં ધરખમ ફેરફાર કરવાનો તખતો ઘડાયો છે. જેના અનુસંધાને લોકો પાસેથી કાયદામાં ક્યાં પ્રકારના ફેરફાર થઈ શકે તેના સુચનો મંગાવાયા છે. ન્યાય પ્રણાલીમાં દરેક વ્યક્તિ પોતાનો અભિગમ રજૂ કરી શકે તેના દ્વાર ખુલ્લા થયા છે. અત્યાર સુધીમાં અનેક નિષ્ણાંતોએ કાયદામાં ક્યાં ફેરફાર થવા જોઈએ, છટકબારીઓ કઈ-કઈ છે અને વર્તમાન સમયે ક્યાં કાયદા અમલમાં રાખવા નિરર્થક છે તે સહિતના સુચનો મોકલ્યા છે. ‘અબતક’ દ્વારા પણ લોકોને પોતાના સુચનો મોકલવા આહવાન કરવામાં આવ્યું છે. લોકો સીઆરપીસીમાં કઈ પ્રકારના ફેરફાર થઈ શકે તેના સુચનો ‘અબતક’ કાર્યાલય ખાતે મોકલી શકે છે. ‘અબતક’ને મોકલવામાં આવેલા સૂચનોને સમિતિ પાસે મોકલવામાં આવશે અને લાંબા સમયથી ખખડધજ કાયદાઓને અલવિદા કરવાનું અભિયાન વધુ અસરકારક બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.