Abtak Media Google News

૮૯ વર્ષના ગૌર લાંબા સમયથી નર્મદા હોસ્પિટલમાં દાખલ હતા; ગુરૂગ્રામની હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ તબીયત વધુ લથડતા અવસાન

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બાબુલાલ ગૌરનું નિધન થયું છે. તેમનું સ્વાસ્થ્ય ઘણા દિવસોથી ખરાબ હતુ ૭ ઓગષ્ટે તેમને ગંભીર હાલતમાં ભોપાલની નર્મદા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ગત મહિને જ બાબુલાલ ગૌરની ગૂરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી પરંતુ ત્યારબાદથી તેમની હાલતમાં કોઈ સુધારો થયો નહતો અને આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતુ.

બાબુલાલ ગૌર ૮૯ વર્ષનં હતા મળતી માહિતી પ્રમાણે મંગળવારે મોડી રાત્રે તેમની હાલત અતિ ગંભીર થઈ ગઈ હતી. તેમનું બ્લડ પ્રેશર ઘટતુ ગયું અને પલ્સરેટ પણ ઓછો થતો ગયો તેમને લગાતાર લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હતા તેમની કીડનીએ પણ કામ કરવાનું બંધ કરી દીધું હતુ નર્મદા હોસ્પિટલના ડાયરેકટર ડોકટર રાજેશ શર્માએ જણાવ્યું કે હાર્ટએટેક આવતા તેમનું નિધન થયું.

બાબુલાલ ૧૯૭૨માં ભોપાલની ગોવિંદપુરા સીટથી નિર્દતીય ચૂંટણી જીત્યા અને ત્યારથી જ તેમના રાજકીય કરીયરની શરૂઆત થઈ ૧૯૭૨બાદથી તેઓ લગાતાર અહીંથી ચૂંટણી જીત્યા છે. તેઓ માર્ચ ૧૯૯૦ થી ૧૯૯૨ સુધી મધ્યપ્રદેશનાં સ્થાનીય શાસન વિધિ તેમજ વિધાવી કાર્ય, સંસદીય કાર્ય, જનસંપર્ક, નગરીય કલ્યાણ, શહેરી આવાસ તથા પૂનર્વાસક તેમજ ભોપાલના મંત્રી રહ્યા તેઓ ૨૩ ઓગષ્ટ ૨૦૦૪ થી ૨૯ નવેમ્બર ૨૦૦૫ સુધી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા.

બાબુલાલ ગૌરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરી શોક વ્યકત કર્યો છે. પી.એમ.એ. લખ્યું કે બાબુલાલ ગૌરનુ લાંબુ રાજકીય જીવન જનતા જનાર્દનની સેવામાં સમર્પિત થયું જનસંઘ સમયે તેમણે પાર્ટીને મજબૂત અને લોકપ્રિય બનાવવા માટે મહેનત કરી મંત્રી અને મુખ્યમંત્રીના રૂપે મધ્યપ્રદેશના વિકાસ માટે કરાયેલા કાર્ય હંમેશા યાદ રહેશે. આ સાથે મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ, યુપી વિધાનસભા અધ્યક્ષ હૃદય નારાયણ દીક્ષિતે ટવીટ કરી શ્રધ્ધાંજલી આપી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.