Abtak Media Google News

હવે બિહારમાં 75% અનામત લાગુ કરવામાં આવશે.  અનામત સંશોધન બિલ 2023 વિધાનસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું.  ખાસ વાત એ હતી કે કોઈએ તેનો વિરોધ કર્યો ન હતો.  હવે બિહારમાં માત્ર 25% બિન આરક્ષિત ક્વોટા બચ્યો છે. બિલને  ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ પણ ટેકો આપ્યો હતો.  કાસ્ટ સર્વે રિપોર્ટ બાદ સીએમ નીતિશ કુમારે આ જાહેરાત કરી હતી.

આરક્ષણ 50 ટકાથી વધારીને 65 ટકા કરાયું, ઇડબ્લ્યુએસનું 10 ટકા આરક્ષણ યથાવત : હવે બિન આરક્ષિત ક્વોટા 25 ટકા જ બચ્યો

બિહાર વિધાનસભામાં આરક્ષણ સંશોધન બિલ- 2023 રજૂ કરવામાં આવ્યું હતું.  જેમાં સરકારી સેવાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે 15 ટકા વધારાનું અનામત આપવાની જોગવાઈ છે.  ગૃહોમાંથી પસાર થયા બાદ આ બિલ રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવશે.  જાતિ આધારિત સર્વે રિપોર્ટ આવ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે અનામતનો વ્યાપ વધારવાની જાહેરાત કરી હતી.  આ પછી કેબિનેટે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

અનુસૂચિત જાતિ,  અનુસૂચિત જનજાતિ, અત્યંત પછાત વર્ગો અને અન્ય પછાત વર્ગો માટે અનામતની વર્તમાન મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી. શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં આ વર્ગોના આરક્ષણમાં વધારો કરવાની દરખાસ્ત કરતું બિલ વિધાનસભા દ્વારા અવાજ મત દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું.  બિલ અનુસાર, એસટી માટે હાલનું અનામત બમણું કરવામાં આવશે, જ્યારે એસસી માટે તેને 16 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવશે.  જ્યારે ઇબીસી માટે અનામત 18 ટકાથી વધારીને 25 ટકા અને ઓબીસી માટે અનામત 12 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવશે

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, તેમજ અન્ય પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગો માટે અનામતને સુપ્રીમ કોર્ટની 50 ટકાની નિર્ધારિત મર્યાદાથી વધારીને 65 ટકા કરવાની દરખાસ્ત ગૃહ દ્વારા પસાર કરવામાં આવી હતી.

બિહારમાં સામાન્ય ક્વોટામાં 25% બાકી છે

મુખ્ય પ્રધાને ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે સર્વેક્ષણ મુજબ 19.7 ટકા વસ્તી ધરાવતા અનુસૂચિત જાતિઓને 20 ટકા અનામત મળવું જોઈએ, જે હાલના 16 ટકા કરતાં વધુ છે.  વસ્તીમાં જેમનો હિસ્સો 1.7 ટકા છે તેવા એસટી માટેનું અનામત એક ટકાથી બમણું કરીને બે ટકા કરવું જોઈએ. ઓબીસી, જેઓ વસ્તીના 27 ટકા છે, તેમને 12 ટકા અનામત મળે છે, જ્યારે અત્યંત પછાત વર્ગ, જે વસ્તીના 36 ટકા છે, તેમને 18 ટકા અનામત મળે છે.

નીતિશે પ્રસ્તાવ મૂક્યો કે બંને સમુદાયને મળીને 43 ટકા આરક્ષણ મળવું જોઈએ.  આ વધારામાં આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતનો સમાવેશ થતો નથી.  ઇડબ્લ્યુએસ ક્વોટા સાથે, બિહારમાં અનામત વધીને 75 ટકા થશે.

કાસ્ટ સર્વે રિપોર્ટ બાદ સરકારની નવી ફોર્મ્યુલા

હકીકતમાં, બિહાર વિધાનસભામાં જાતિ સર્વેક્ષણ અહેવાલ રજૂ કર્યાના થોડા કલાકો બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે કેબિનેટની બેઠક યોજી હતી.  જેમાં રાજ્યમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત વધારીને 75 ટકા કરવાની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.  આ પછી તેને ગૃહ દ્વારા પસાર પણ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.