Abtak Media Google News
15 જાન્યુ. સુધી નિયત ફી ભરી ત્યારબાદ 31 જાન્યુ. સુધી પેનલ્ટી સાથે ફોર્મ ભરી શકાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 2004 પહેલાના (રેગ્યુલર) તથા એક્સ્ટર્નલ અભ્યાસક્રમોની ડિગ્રી/ડિપ્લોમા (ફાઇનલ) પરીક્ષામાં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓને આગામી માર્ચ-એપ્રિલ-2023ની સેનેટ સભામાં પદવી ડિપ્લોમાં એનાયત કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને ડિગ્રી લેવાની બાકી હોય તે વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. 1 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી નિયત ફી રૂ.125 અને તા.16 થી 31 જાન્યુઆરી સુધીમાં રેગ્યુલર ફી રૂ.125+દંડાત્મક ફી રૂ.250 સહિત કુલ રૂ.375 સાથે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જે વિદ્યાર્થીઓ આવેદન પત્ર ભરશે. તેમણે સૂચનાઓ પ્રમાણે ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા તેમજ ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેકિંગ સહિતના માધ્યમથી ઓનલાઇન ભરવાની રહેશે.

વર્ષ-2004 અને તે પછીના જે વિદ્યાર્થીઓના પરિણામ કોઇ કારણોસર મોડા જાહેર થયા હોય તેવા વિદ્યાર્થીઓ પદવી મેળવવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ખાતે પરિક્ષા વિભાગમાં રૂબરૂ ફોર્મ ભર્યા બાદ પરીક્ષા પદવી વિભાગમાં રૂબરૂ ચકાસણી કર્યા બાદ જો ફી જમા કરાવેલ ન હોય તો તેવા વિદ્યાર્થીઓએ કેશ વિભાગમાં પદવી ફી જમા કરાવવાની રહેશે.

જે કોઇ વિદ્યાર્થીઓને અસલ પદવી પ્રમાણપત્રમાં સુધારો કરવાનો થતો હોય ત્યારે એવા વિદ્યાર્થીને મળેલ પદવી પ્રમાણપત્રમાં જણાવ્યાં અનુસાર સેનેટસભા તારીખથી છ મહિના સુધીનો સમયગાળો પૂર્ણ થયેલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ સુધારો કરાવેલ માર્કશીટની ઝેરોક્ષ અને અસલ પદવી પ્રમાણપત્ર સામેલ રાખી પરીક્ષા પદવી વિભાગમાં જમા કરાવવાનું રહેશે અને તેવા વિદ્યાર્થીઓએ પદવી ફી તથા ઓનલાઇન આવેદન પત્ર ભરવાનું રહેશે નહિં. ઓનલાઇન ફોર્મ ભરવાની માર્ગદર્શિકા અને નિયમો યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે. તે જોઇને વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.