Abtak Media Google News

સૌરાષ્ટ યુનિવર્સીટીની આંતરકોલેજ ભાઈઓની કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ વખત રેકોર્ડબ્રેક 35 ટીમોએ ભાગ લીધો: જામનગરની ડી.કે.વી કોલેજ બીજા નંબરે અને ડી.એચ કોલેજ ત્રીજા નંબરે રહી

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અને મોરબીની ઓમ વિધાવાસીની કોલેજના યજમાન પદે તાજેતરમાં આંતર કાલેજ ભાઈઓની કબડી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં જુદી જુદી 35 કોલેજના 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે રસાકસી જામી હતી. અંતે ભાયાવદરની કોલેજ વિજેતા બની હતી જયારે જામનગરની ડી.કે.વી કોલેજ બીજા નંબરે અને ડી.એચ કોલેજ ત્રીજા નંબરે રહી હતી. ટુર્નામેન્ટના અઘ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ગીરીશભાઈ ભીમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડી સફળતાના શિખરો શર કરવા અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની આંતર કોલેજ ભાઈઓ-બહેનોની કબડી સ્પર્ધામાં રેકોર્ડબ્રેક 35 ટીમોએ ભાગ લીધો હતો. આગામી દિવસોમાં યુનિવર્સીટીની સિલેક્શન ટિમ દ્વારા 400 ખેલાડીઓમાંથી 12 શ્રેષ્ઠ ખેલાડીઓની પસઁદગી કરવામાં આવશે અને આંતર યુનિવર્સીટી સ્પર્ધામાં મોકલવામાં આવશે. આજે યુનિવર્સીટીના ઇન્દોર સ્ટેડિયમ ખાતે બહેનોની કબડી સ્પર્ધા ચાલી રહી છે. આવતીકાલે રાજકોટની પંચશીલ કોલેજના યજમાન પદે ભાઈઓ-બહેનોની જિમ્નાસ્ટિક સ્પર્ધા યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.