Abtak Media Google News

કચછના દરિયાઇ વિસ્તાર હરામીનાળામાંથી બીએસએફ જવાનોએ ચાર માછીમારી બોટ સાથે એક પાકિસ્તાનને પકડી પાડયો હતો.

૧૫મી ઓગષ્ટના સ્વાતંત્ર પર્વને ઘ્યાને લઇને સમગ્ર બોર્ડર ઉપર હાઇ એલર્ટ કરવામાં આવતા કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી ભારત તરફ ધુસી રહેલ ચાર નાપાક બોટને બી.એસ.એફ. ના જવાનો એ ઝડપથી પાડી હતી.

જેમાંથી એક પાકિસ્તાની યુવાનની ધરપકડ કરી હતી ત્યારે અન્ય ધુસણખોરો નાશી છુટયા હતા. આ ઘટનાની જાણ થતાં સાથે જ સરહદ વિસ્તારને લગતા સમગ્ર તંત્રો એલર્ટ થઇ ગયા હતા. પશ્ર્ચિમ કચ્છ એસ.પી. સૌરપસિંઘ પણ નારણ સરોવર કોટેશ્ર્વર વિસ્તારમાં પહોંચી ગયા હતા.

ગુજરાત બી.એસ.એફ. ના વડા આઇ.જી. જી.એસ. મલિક પણ કચ્છ બોર્ડર પર આવ્યા હતા. અને સરદાર પોસ્ટ પર ઘ્વજ વંદન કર્યુ હતું.

બીજી તરફ બી.એસ.એફ.ના જવાનો દ્વારા ના પાક શખ્સ સાથે બોટોને કિનારે લાવવામાં આવી હતી. આ બોટમાં કોઇ શંકાસ્પદ ચીજવસ્તુઓ અને કયા મકસદથી અહી આવ્યા છે તે સહિત ઝીણવટ ભરી તપાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.