Abtak Media Google News

શિક્ષણ સમિતિના ચેરમેનને અરજી બાબતે પોલીસ ચોકીએ લઈ જઈ મારમાર્યો‘તો:

સમાજનાં લોકો અને ભાજપના અગ્રણીઓ દોડી આવતા ભારે હંગામો મચી ગયો

જામનગરમાં દરબારગઢ પોલીસ ચોકીનાં ચાર પોલીસ કર્મીઓએ અરજી બાબતે શિક્ષણ સમિતિના ચેરમેન સામે તુતુ મેમે કરી મારમાર્યાની ઘટનાના ઘેરા પડઘા પડયા છે. એસપીએ તાત્કાલીક અસરથી ચારેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખડભળાટ મચી જવ પામ્યો છે.

આ અંગેની વિગત મુજબ જામનગર મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડ ગૂરૂવારે સાંજે પોતાનાઘર પાસે હતા. ત્યારે ચાર પોલીસ કર્મીઓ આવ્યા હતા અને કોઈ કેસને લઈને એક વ્યકિતનું નામ દેતાતુરંત જ આકાશ બારડે આ વ્યકિતને હું બોલાવી દવું છું તેવું કીધુ હતુ. જોકે આ દરમિયાન અચાનક જ કોઈ મુદા પર બોલાચાલી થતા મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે, ઘર પાસે ઉભેલા આકાશ બારડને આ ચારેય પોલીસ કર્મીઓએ ઘેરી અને મારકૂટ કરી અને સીધા જ દરબારગઢ પોલીસ મથકે ઉપાડી ગયા હતા ભાજપના યુવા અગ્રણી અ ને શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડ સાથે પોલીસે બેહુદુ વર્તન કર્યાની જાણ થતા જ સ્થાનિક ખવાસ સમાજના ટોળા દરબારગઢ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને આ ઘટનાની જાણ થતા તુરંત જામનગર એસપી શરદ સિંઘલ પણ પોલીસ ચોકીએ આવી પહોયા હતા. આ તરફ જામનગર મનપાના મેયર હસમુખભાઈ જેઠવા અને ડે. મેયર, શાસક પક્ષના નેતા સહિત અગ્રણીઓ પણ અહી પોલીસ અને પોલીસની આ દાદાગીરી સામે ભારે આક્ષેપો કર્યા હતા. જો કે તુરંત જ જામનગર એસપીએ સમગ્ર બનાવની વિગત જાણી અને તાત્કાલીક અસરથી સૌ પ્રથમ તો એસ. એસ.આઈ. અજય ભીમજીભાઈ ચાવડા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રકાંત દામજીભાઈ બાભવા, ધર્મેન્દ્ર હંસરાજભાઈ પટલે એમ ચારને સસ્પેન્ડ કરી અને ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.