Abtak Media Google News

મંદી, મોંઘવારી વચ્ચે દંડાત્મક કાર્યવાહી સામે રોષ

ગુજરાતમાં ફરજીયાત હેલ્મેટ માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવાથી લોકોને પડયા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે.  જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આજથી તા. ર૦ સપ્ટેમ્બર સુધી ટુ-વ્હીલર ચાલકો જો હેલ્મેટ પહેર્યા વગર નીકળશે તો તેમની વિરૃદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે. હાલ સમગ્ર રાજ્યની જનતા કોરોના મહામારી, અતિવૃષ્ટિ તેમજ લોકડાઉન-વગેરેના કારણે મંદી, બેરોજગારી, મોંઘવારી જેવી સમસ્યાઓથી ભારે મુશ્કેલીમાં દિવસો પસાર કરી રહી છે. બહાર નીકળો ત્યારે મોઢા પર માસ્ક પહેરવા સાથે હવે ટુ-વ્હીલર ચાલકે ફરજિયાત હેલમેટ પણ પહેરવી પડશે તેવી આકરી અમલવારી શરૃ કરવાથી લોકોની હાડમારીમાં વધારો થશે તે નિશ્ચિત છે.

ગુજરાત પોલીસ આજથી મેગા ડ્રાઈવ કરવા જઈ રહી છે. જેના કારણે સ્ટેટ ટ્રાફિક બ્રિગેડમાંથી પોલીસ અધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યા છે. તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને વિશેષ ડ્રાઈવ કરવા આદેશ અપાયા છે. રોજની કામગીરીનો અહેવાલ મેઈલથી મોકલવા આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ આજથી એક્શનમાં આવી છે અને ટ્રાફિકના નિયમનની સુયોગ્ય અમલવારી કરાવવા અને તમામ નિયમોનું પાલન થાય તે અંતર્ગત મેગા ડ્રાઈવ યોજવા જઈ રહી છે. જેમાં તા. ૯-૯-ર૦ર૦ થી તા. ર૦-૯-ર૦ર૦ સુધી હેલ્મેટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ કરવામાં આવશે.

Helmet 3

અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલે સુપ્રિમ કોર્ટે સંજ્ઞાન લીધું છે. જેમાં સુપ્રિમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં હેલ્મેટ નહીં પહેરવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અનેક લોકો હેલ્મેટ પહેર્યા વગર નીકળી પડે છે, ત્યારે આ લોકોને ઝડપીને આકરો દંડ ફટકારવાની તૈયારી છે. માટે હવે હેલ્મેટ પહેર્યા વગર ફરતા લોકોએ હવે સવાધાન થવાની જરૃર છે. ગુજરાત પોલીસની વિશેષ ડ્રાઈવ અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પ્રજા પાલન કરે તે મહત્ત્વનું છે.

હેલ્મેટ પહેર્યા વગર જતાં ટુ-વ્હીલર ચાલક સામે કાર્યવાહી કરવા રાજયના મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિર્દેશકે આપેલી સૂચના પછી ભારે હલચલ મચી ગઈ હતી તે દરમ્યાન રાજયભરમાં ઉભા થયેલા જનઆક્રોશને ધ્યાને લઈ આજે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, શહેરી વિસ્તારમાં ચેકીંગ કરવામાં નહીં આવે પરંતુ ધોરીમાર્ગો અને ગ્રામ્ય રસ્તાઓ પર પોલીસ પુરતું ચેકીંગ કરી હેલ્મેટ વગર જતાં વાહનચાલકો સામે કાર્યવાહી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.