Abtak Media Google News

જેતપૂરના કારખાનેદારની ઓફીસમાં ઘૂસી ખરીદ કરેલા યુનિટના ૨૦ ટકાની રકમ માગી ધમકી આપી ‘તી

જેતપૂરના કારખાનેદાર ખરીદેલ યુનિટના ૨૦ ટકા રકમની ખંડણી વસુલવા ઓફીસમાં જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં પોલીસે ધરપકડની દહેશતથી ચાર મેર શખસોની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો.

વધુમાં જેતપૂરની પંચવટી સોસાયટીમા રહેતા વિનોદ નાનજીભાઈ ડોબરીયાએ રબારીકા રોડ ઉપર આવલે મનરાજ યુનિટ ખરીદ કરેલ હોય જેના મનદુ:ખનો ખાર રાખી પોરબંદરનાં રામઆલા ખૂંટી, વનરાજ કેશવાળા, રમેશ ખૂંટી અને કુંતેશ ઓડેદરાએ વિનોદ ડોબરીયાના કારખાનામાં ઘુસી ખરીદ કરેલા કારખાનાની કિમંતના ૨૦ ટકા રકમ વસુલવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ ધરપકડની દહેશતથી ઉપરોકત ચારેય શખ્સોએ આગોતરા જામીન અરજી કરી હતી જેના સરકાર પક્ષે રજૂઆત કરી જામીન અરજી રદ કરવા જણાવ્યું હતુ જયારે બચાવ પક્ષની દલીલો અને વિવિધ કોર્ટના ચૂકાદા ટાંકયા હતા.

બંને પક્ષોની રજૂઆતો તપાસનીશ અધિકારીનું સોગંદનામું તથા પોલીસ પેપર્સ નેલક્ષમાં લઈ જેતપૂર એડી સેશન્સ જજ જે.એ. ઠકકરે એવા મંતવ્ય પર આવેલા કે ફરિયાદી દ્વારા ફરિયાદ વિલંબથી કરવા અંગેનું કોઈ સ્પષ્ટ કારણ દર્શાવ્યું ના હોય ધ્યાને લેતા પક્ષકારો વચ્ચે મિલકતની ખરીદી બાબતેની તકરાર છે. આગોતરા જામીન પર મૂકત કરવા ન્યાયોચીત જણાતું હોય આરોપીઓને આગોતરા જામીન પર મૂકત કરવાનો હુકમ ફરમાવેલો હતો.

આ કામે આરોપીઓ વતી એડવોકેટ તરીકે રાજકોટના એડવોકેટ સમીર એચ. જોશી, ધર્મેન્દ્ર ગઢવી ભવદીપ દવે, પોરબંદરના એડવોકેટ એમ.જશિંગરેખીયા તથા એન.જી. જોશી રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.