આનંદો: શહેરમાં વધુ ૧૩ સ્થળોએ ફ્રી વાઈફાઈની સુવિધા

WiFifree | 13places |rajkot
WiFifree | 13places |rajkot

કોર્પોરેશનની ઝોન કચેરી અને વોર્ડ ઓફિસે પણ મળશે ફ્રી વાઈફાઈ: બે થી અઢી માસમાં સુવિધા કાર્યરત થઈ જશે: મ્યુનિ.કમિશનર 

હાલ શહેરમાં રેસકોર્સ રીંગ રોડ અને બીઆરટીએસ રૂટ પર ફ્રી વાઈફાઈની સુવિધા મળી રહી છે ત્યારે મોબાઈલ ધારકો માટે વધુ એક આનંદના સમાચાર મળી રહ્યાં છે. મહાપાલિકા દ્વારા શહેરના અલગ અલગ ૧૩ સ્થળોએ ફ્રી વાઈફાઈ સુવિધા શરૂ કરવામાં આવશે. આગામી બે થી અઢી માસમાં આ પ્રોજેકટ કાર્યરત થઈ જશે તેમ આજે પત્રકારો સાથે વાતચીત કરતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજય સરકારના ગૃહ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા ૨૫ કરોડના ખર્ચે શહેરના ૧૭૨ સ્ળોએ ૯૬૧ સીસીટીવી કેમેરા મુકવા અને ૧૩ સ્ળોએ વાઈફાઈ હોટસ્પોર્ટ સેવા શરૂ કરવા માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી છે જેમાં શહેરના ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી ગાર્ડન, બીસપ હાઉસ, ભગતસિંહ ગાર્ડન, એસ્ટ્રોન ચોકનો બગીચો, ઈસ્ટ ઝોનમાં પા‚લ ગાર્ડન, પ્રધ્યુમન પાર્ક ઝુ, ન્યારી ડેમ સાઈટ, શારદા બાગ, શેઠ હાઈસ્કુલ સામેનું ગાર્ડન, આજીડેમ સાઈટ, નાનામવા સ્પોર્ટસ સંકુલ, કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરી અને ૧૮ વોર્ડ ઓફિસ ખાતે ફી વાઈફાઈ હોટ્સ્પોર્ટ સુવિધા શરૂ કરાશે.

રેસકોર્સ સંકુલ તથા બીઆરટીએસ રૂટ પર પ્રદુષણ યંત્ર મુકવામાં આવશે. આ પ્રોજેકટ માટે રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા ૧૫ કરોડ અને કોર્પોરેશન દ્વારા ૧૦ કરોડનો ખર્ચો કરવામાં આવશે. આ માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરી દેવામાં આવી છે. શેઈફ એન્ડ સીકયોર પ્રોજેકટ અંતર્ગત શહેરમાં ૧૭૨ સ્ળોએ સીસીટીવી કેમેરા અને ૨૩ સ્ળોએ ૩૦ એલઈડી ડિસ્પ્લે મુકવામાં આવશે જેમાં ૫૪૨ ફીકસ કેમેરા, ૨૧૯ મુએબલ કેમેરા, ૨૭ ૩૬૦ ડિગ્રીવાળા કેમેરા, ૫ ૧૮૦ ડિગ્રીવાળા કેમેરા, ૧૧૨ ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગ્નાઈઝ કેમેરા અને ૫૬ સ્ટાર્ડડ ટ્રાફીક માટેના એસએમપી કેમેરા મુકવામાં આવશે. કન્સલ્ટન્ટ દ્વારા આગામી ૧૦ દિવસમાં આ પ્રોજેકટ માટેનો રિપોર્ટ આપી દેવાશે. ત્યારબાદ ટેન્ડર અપલોડ કરાશે અને એક માસમાં ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ યા બાદ આશરે બે થી અઢી માસમાં શહેરમાં ૧૩ સ્ળોએ ફ્રી વાઈફાઈ મુકવાની અને ૧૭૨ સ્ળોએ ૯૬૧ કેમેરા મુકવાની પ્રક્રિયા આટોપી લેવાશે.