Abtak Media Google News

મિત્ર એટલે અડધી ચામાં અને દુ:ખમાં અડધો અડધ હિસ્સો રાખે તે…હેપ્પી ફ્રેન્ડશિપ ડે

ફ્રેન્ડસ, મિત્ર, દોસ્ત, વ્હાલાસખા, ભેરૂ કે પછી યાર આ બધા જ ઉપનામોથી આપણી આપણા મિત્રોને સંબોધતા હોઈએ છીએ આમ તો મિત્રતા માટે કોઈ ખાસ દિવસની જરૂર હોતી નથી કારણકે મિત્ર એટલે હંમેશા સાથે રહેતુ પ્રત્યક્ષ કે પરોક્ષ આપણુ પ્રતિબિંબ. સમગ્ર વિશ્ર્વમાં કોઈપણ વ્યકિત એવું નહીં હોય કે જેને મિત્ર ન હોય. મિત્રની વ્યાખ્યા આપતા એક વ્યકિતએ કહ્યું છે કે જેની હાજરીમાં વગર મહેલે દરબાર યોજાય, યોજનો દુર હોવા છતાં એક વેંત દુર લાગે, જેના કડવા વહેણ પણ મીઠાઈના ડબ્બા જેવા લાગે, એ ખભા ઉપર ફકત હાથ મુકે અને દુ:ખ ચપટી વગાડી દુર ભાગી જાય એના જેવું કોઈ હળવું નહીં અને એના જેવું કોઈ માથાભારે નહીં, લખવા બેસુ તો પાના ખુટે આ મિત્ર શબ્દ કાંઈ ચાર લાઈનમાં ન સમાય મિત્ર એટલે એક વિશાળ પૃથ્વી. Friend

સામાન્ય રીતે આપણે ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૫ ઓગસ્ટે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી થશે. આ દિવસે સ્કૂલ, કોલેજ અને વ્યવસાય સાથે જોડાયેલા બધા મિત્રો એક બીજાને મિત્રતા દિવસની શુભેચ્છા પાઠવે છે પરંતુ ખરાઅર્થમાં મિત્ર એટલે એક એવી વ્યકિત જે રૂબરૂ નહીં પરંતુ તમારા હૃદય પર રાજ કરી દરરોજ તમારી સાથે જ રહે. પૌરાણિક સમયથી દોસ્તી, મિત્રતા વિશે આપણે સતત સાંભળતા આવ્યા છીએ. કૃષ્ણ અને સુદામાની મિત્રતા ખુબ જ સ્પર્શી જાય તેવી છે. એક બ્રાહ્મણ અને એક વૈકુઠાધીપતિ. મિત્રતા એટલે એક એવો સંબંધ જયા ન નડે કોઈ બંધન’ મિત્રતાની વ્યાખ્યા કરવી ખુબ અઘરી છે.Pexels Photo 207896

મિત્રતા જયારથી જીવનમાં પ્રવેશ કરે છે ત્યારથી મિત્રતા આપણી એક અલગ ઓળખાણ એક અલગ અસ્તિત્વ ઉભુ કરે છે. જેમાં આપણે વિતાવેલી દરેક પળ અવિસ્મરણીય છે. મિત્રો સાથે વિતાવેલી દરેક ક્ષણ જીવનની ગમે તેટલી પુજી આપવા છતાંય એ પળ પાછી આવતી નથી કે ખરીદાતી નથી. જીવનમાં એક સારો મિત્ર મળી જાય તો તમારું આખુ જીવન બદલાઈ જાય છે. ગુજરાતીમાં ખુબ જ પ્રચલિત એક કવિતા છે કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહયા કરે. અહીં આવા જ કેટલાક ખુબ જ માર્મિક વાતો અહીં ઉપસ્થિત છે જે આ મિત્રતા દિવસની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દેશે.

હેલેન કેલર કહે છે કે, કોઈ ખરાબ મિત્રની શોબતના બદલે એકલુ ચાલવુ વધારે યોગ્ય છે. તો સી.એસ.લેવીસ મિત્રતા વિશે કહે છે કે ફ્રેન્ડશિપ એટલે કોઇપણ પરિસ્થિતિમાં મિત્રને સામે જોઈ બધુ કામ પડતુ મુકી એક જ શબ્દનો ઉચ્ચાર કરે અરે…તું…? જયારે લિયો બુશડેલીયા કહે છે કે, મિત્રતા એટલે ગાર્ડનમાં એક ગુલાબ ખિલ્યું હોય તો પણ ગાર્ડનની સુંદરતા વધારી છે પરંતુ મિત્ર તો મારા હૃદયનું ગાર્ડન છે. ‘એક દોસ્ત કહે છે હું તારી બધી મુશ્કેલીમાં તારી સાથે છું પણ એક સાચો દોસ્ત કહે છે કે તને કોઈ દિવસ મુશ્કેલી ના આવે જયારે હું તારી સાથે છું’Happy Friendship Day 2016 Quotes Wishes Greetings Hindi English

ફ્રેન્ડશીપ અંગે વધુ જણાવતા સેમ્યુઅલ ટાયલોર કહે છે. ‘પ્રેમ એ ફલાવર્સ છે જયારે મિત્રતા એતો સુગંધિત વૃક્ષ છે.’ મિત્રતામાં કયારે કોઈ કિંમત આંકવામાં આવતી નથી આમ છતાં એક વ્યકિતએ ખુબ જ સુંદર વાકય કહ્યું કે, ‘મિત્ર હું શુન્ય છું મને પાછળ રાખજે તારી કિંમત વધી જશે’. આપણે જયારે નાના હતા ત્યારે સ્કૂલમાં કે ઘરે આપણા મિત્રોને ભેગા કરી ખુબ જ જલસો કરતા રમતા, રખડતા, ઝઘડતા અને એવી જ રીતે મોટા પણ થઈ ગયા પરંતુ આપણા એ મિત્રો આજે પણ એવાને જોવા જ છે.

1501409145 Happy Friendship Day Friendship Day 1જયારે પણ આપણે આપણા મિત્રોને મળીએ છીએ ત્યારે એજ જુના જલસા તાજા થઈ જાય છે અને શરૂ થાય છે મિત્રતાની એક નવી ઈનિંગ. મારા મિત્રો આકાશમાં ચમકતા તારા સમાન છે. તમે હંમેશા તેમને જોઈ શકતા નથી પરંતુ તમે જાણો છો કે એ હંમેશા તમારી સાથે છે. મિત્રતા એટલે અડધી ચામાંથી પણ ભાગ પડાવે તેને સાચો મિત્ર કહેવાય કેમ કે સમય જતા એજ મિત્ર તમારા દુ:ખમાં પણ અડધો અડધ ભાગ પડાવે છે. દોસ્ત છું એકવાર દોસ્તી કરી તો નિભાવીશ આખી જિંદગી એકવાર અજમાવી તો જો, ફકત શબ્દથી નહીં દિલથી નિભાવીશ દોસ્તી એક વાર મને અજમાવી તો જો…’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.