Abtak Media Google News

મોટાવડા અને રાજપરા ગામે લૂંટનો અને ટંકારા તેમજ નવલખી ગામે મંદિર ચોરી કર્યાની કબૂલાત

એલસીબીએ બે બાઇક અને રોકડ મળી રૂ.6.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

અબતક,રાજકોટ

લોધિકા તાલુકાના દેવડા ગામેથી એલસીબીએ પાંચ શખ્સોની ધરપકડ કરી દાહોદ પંથકમાં લૂંટારુ ટોળકીના પાંચ શખ્સોની ધરપકડ કરી લોધિકાના મોટાવડા ગામે કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે સહિતની થયેલી લૂંટનો ભેદ ઉકેલી કુલ રૂપિયા 6.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વધુ મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાના ચોરી સહિતના ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા અને વધતી જતી બનાવોને અટકાવવા એસપી દ્વારા આપેલી સૂચના ને પગલે એસીબીના પી.આઇ અજય સિંહ ગોહિલ સહિતના સ્ટાફ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં પેટ્રોલિંગ દરમિયાન દાહોદના પર્શિંગ ઉર્ફે રાજુ કોરિયા વહુનીયા, નરુભાઈ કાળિયા પરમાર,કમલેશ કલમ વખલા,દિનેશ નરસુ પરમાર અને રતના સગા મીનામાં નામના શખ્સોની ગુનાખોરી માટે આવેલા દેવડા ગામ પાસે થી બાતમી આધારે પકડી પાડેલ છે.

અને તેની પાસેથી રૂપિયા 1.20 લાખ મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાથમિક પૂછતાછમાં વધારે કા તાલુકાના મોટાવડા ગામ એ અને કોટડાસાંગાણીના રાજપરા ગામે કર્યાની કબૂલાત આપી હતી ઝડપાયેલા શખસોએ કોટડાસાંગાણી લોધીકા ટંકારા અને નવલખીમાં મંદિર ચોરી કર્યાની કબુલાત આપી છે જ્યારે પાસિંગ નામનો શખ્સ પડધરી અને બાબરા પોલીસ મથકના ચોપડે વોન્ટેડ હતો. ઝડપાયેલો પાર્સિંગ ઉર્ફે પરું સામે દાહોદ અને ધ્રોલ પોલીસ મથકના ચોપડે ચોરી, લુટ,હત્યા અને ભાષાનું થયા છે જ્યારે જ નવું પરમાર સામે મહીસાગર અને દાહોદ પોલીસ મથકના ચોપડે ચોરીના ગુના દાખલ કરવામાં આવ્યા છે. કમલેશ વામલા પર ચોરી નો અને દિનેશ પરમાર સામે ધ્રોલમાં હત્યા અને છોટાઉદેપુરમાં એનિમલ પ્રોટેકશન નો ગુનો નોંધાયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.