Abtak Media Google News

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી મનોજ અગ્રવાલે કહ્યું, મને આનંદ છે રાજકોટમાં ઘણા પોઝિટિવ કાર્યો કર્યા

અબતક, રાજકોટ.

રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને પત્ર લખી પોલીસ કમિશનર પર સીધો આક્ષેપ કર્યો હતો. બાદમાં પોલીસ કમિશ્નર ની જૂનાગઢ એસઆરપી ટ્રેનિંગ સ્કૂલ ખાતે બદલી કરી પીઆઇ ગઢવી પીએસઆઇ સાખરા તેમજ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાના ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા હતા.. મનોજ અગ્રવાલે ગઇકાલે રાજકોટ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ છોડ્યો અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક ઇમોશનલ વીડિયો બનાવ્યો અને પોલીસની વ્યથા ઠાલવી હતી.

સાથી કર્મીઓની પૂર્વ પોલીસ કમિશ્નરે કરી પ્રશંસા

મનોજ અગ્રવાલે પોતાની પોસ્ટ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન ઉત્સાહ અને સખત મહેનતવાળી નવી સિસ્ટમ અમલમાં મૂકીને એમાં જથ્થાબંધ ફેરફારો કર્યા છે, જે અસરકારક સાબિત થયા છે અને કામગીરીમાં સુધારો થયો છે. રાજકોટ શહેર પોલીસની સફળ કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓના અથાક પ્રયાસો અને યોગદાનની હું હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. રાજકોટ મીડિયા અમારા વિભાગ માટે પ્રયાસો અને કાર્યોની પ્રશંસા તથા સમર્થન કરીને ઘણું મોટું પ્રદાન કરી રહ્યું છે. તમે એક વિશ્વાસુ સાથી છો અને તમામ રાજકોટવાસીઓ માટે લોકોના મન અને સમાચાર સ્ત્રોત પર કબજો જમાવ્યો છે, જે અન્ય કોઈ પહોંચાડી શકે તેમ નથી.

અગ્રવાલે પ્રેસ મીડિયાનો માન્યો આભાર.

મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરું છું. જેઓ રોગચાળા દરમિયાન ખાસ કરીને દરરોજ ખૂબ સખત મહેનત કરે છે. હું તમારા દરેકનો અંગત રીતે આભાર માનવા માગું છું અને ભવિષ્યમાં પણ સતત સમર્થનની રાહ જોઈશ. મોટા ભાગના પ્રસંગોમાં અમને ટેકો આપવા અને જબરદસ્ત પ્રોત્સાહિત કરવા બદલ હું રાજકોટ પ્રેસ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનો પણ આભાર માનું છું. મીડિયા જૂથો છોડતાં પહેલાં હું પોલીસના યોગદાનની વધુ સારી પ્રશંસા માટે એક કવિતાની લિંક મોકલીશ.

પોસ્ટ કરેલા વિડીયોમાં ઇમોશન છલકાયા

મનોજ અગ્રવાલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વિડીયોમાં મેસેજ દ્વારા  જણાવ્યું હતું કે એક પોલીસ તરીકે તેમની વેદના રૂપે કહેવાયુ હતું કે હું પોલીસવાળો છું, કોન્સ્ટેબલથી થાણેદાર સુધી, અઈઙથી ઉઈંૠ સુધી, જઙથી ઈંૠ સુધી, ઉઈઙથી ઈઙ સુધી તમામ મારાં જ રૂપ છે. કોઈ દિવસભર તડકામાં તપે છે તો કોઇને છાયડો નસીબ થાય છે. ઠીક તમામનાં નસીબ અલગ હોય છે. અમારું ઘર તો ચોકી છે, ઓફિસ જાવાવાળા સાંજે ઘરે આવે છે. તમે એરપોર્ટ જાઓ છો તો અમે રોડ પર ટ્રાફિક ખોલાવીએ છીએ. તમે દિવાળી મનાવો છો તો અમે કોઈના ઘરની આગ ઠારવામાં વ્યસ્ત હોઇએ છીએ. તમે સપનાં સજાવો છો તો અમે એક વધુ કેસની ઋઈંછ બનાવતા હોઇએ છીએ. અમીરીના ઘમંડમાં તમે અમારી પર જઞટ ચડાવી દ્યો છો. સરકાર કહે છે કે શહીદી અમર રહે પરંતુ પાછળથી નોકરી, પેન્શન, રોટી માટે અમે કરગરીએ છીએ. વરસાદ હોય, ઠંડી હોય કે પછી તડકો, અમારી ખાખી દરેક વખતે તહેનાત રહે છે.

મનોજ અગ્રવાલે સોશિયલ મીડિયામાં એક મેસેજ પણ શેર કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે તમારા બધા સાથે કામ કરવાનો મને ખૂબ જ આનંદ અને આનંદ છે. હું એ વાતને ઓળખવા માગું છું કે રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે 3 વર્ષથી વધુ સમયથી અમે લોકોના જીવનમાં ખાસ કરીને રોગચાળા દરમિયાન પણ મહિલા સશક્તીકરણ, મહિલા સુરક્ષા અને સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શહેરમાં ક્રાઈમ રેશિયો ઘટાડવો, પોલીસ વિંગમાં ડિજિટલાઇઝેશન, યુવા મોટિવેશન અને ટ્રાફિક ક્ધટ્રોલ. અમે ગૌરવ, શિસ્ત અને નિશ્ચય સાથે સેવા આપી છે.

 

 

 

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.