Abtak Media Google News

રાજકોટ રાજપથ લીમીટેડની વેબસાઈટ તથા એન્ડ્રોઈડ એપ્લીકેશનનું ટુંકમાં લોન્ચીંગ: પાની

રાજકોટ મહાનગરપાલિકા હવે તેજ રફતારી “સ્માર્ટ સીટી પ્રોજેક્ટ” ને આગળ ધપાવવા સતત પ્રયત્ન કરી રહી છે. શહેરમાં ભૌતિક સુવિધાઓ વિકસાવવાની સાોસા અવનવી ટેકનોલોજી આધારિત સેવાઓ અને સુવિધાઓી પણ રાજકોટને સુસજ્જ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. Digital India Initiative અંતર્ગત રાજકોટના શહેરીજનો માટે બી.આર.ટી.એસ. તેમજ આર.એમ.ટી.એસ બસ સર્વિસ લગત તમામ માહિતી સરળતાી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક ખાસ વેબસાઈટ તેમજ એન્ડ્રોઈડ એપ્લીકેશન બનાવવામાં આવેલ છે તેમજ ટુંક સમયમાં એપલ ડીવાઈસ પર પણ ઉપલબ્ધ શે, જેી રાજકોટ શહેરના નાગરીકોને બહોળો લાભ મળશે. રાજકોટ રાજપ લી.ની વેબસાઈટ, એન્ડ્રોઈડ એપ્લીકેશન તેમજ ગુગલ મેપ મલ્ટી મોડ ટ્રાન્સપોટેશની વિવિધ પ્રકારની ઉપયોગી માહિતી સરળતાી ઉપલબ્ધ શે તેમ મ્યુનિ. કમિશનર આર.આર.એલ. ના ચેરમેન બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.મહાનગરપાલિકાના આ નવા ઈનિશિએટિવ વિશે વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરે ઉમેર્યું હતું કે, આ વેબસાઈટ, એન્ડ્રોઈડ એપ્લીકેશન તેમજ ગુગલ મેપ મલ્ટી મોડ ટ્રાન્સપોટેશન લોકો માટે ખુબ જ ઉપયોગી બની રહેશે. બી.આર.ટી.એસ. બસ કે સિટી બસ સેવાનો લાભ લેવા માંગતા મુસાફરો શહેરમાં પોતે જે સ્ળે ઉભા હશે ત્યાંી તેઓને એ માહિતી મળી રહેશે કે નજીકનું બસ સ્ટેન્ડ ક્યાં છે, કેટલા અંતરે છે, કઈ બસ કેટલી દુર છે, જે તે ગંતવ્ય સને પહોંચવા માટે કેટલી બસ આવી રહી છે, અને ક્યા સ્ળેી કઈ બસમાં બેસવાી ભાડું ઓછું ચુકવવું પડશે વગેરે સંબંધી માહિતી તેઓને આંગળીના ટેરવે ઉપલબ્ધ બની રહેશે. રાજકોટ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માત્ર સામાન્ય પરિવહન પ્રણાલી નહી બની રહેતા લોકોને તેમાં આધુનિક ટેકનોલોજીનો સુભગ સમન્વય પણ જોવા મળી રહેશે. આ લેટેસ્ટ સેવા ટૂંક સમયમાં જ લોન્ચ કરી દેવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.