Abtak Media Google News

૬૬ વર્ષની ઉંમરે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગજબની સ્ફુર્તી ધરાવતા હોવાનું વધુ એક પુરવાર થઈ ગયું છે. માત્ર ૪ કલાકની ઉંઘ લીધી હોવા છતાં આજે વડાપ્રધાને સૌરાષ્ટ્રમાં મોરબી, પ્રાંચી, પાલિતાણા અને નવસારીમાં પુરા જોમ અને જુસ્સા સાથે જાહેરસભા સંબોધી હતી.

Advertisement

ગઈકાલે રાત્રે ૧ કલાક અને પાંચ મિનિટે વડાપ્રધાનનું આગમન થયું હતું. તેઓ ૧:૩૦ કલાકે સુતા હતા અને નિયતક્રમ મુજબ ૫:૩૦ કલાકે ઉઠી ગયા હતા. યોગ સહિતની નિત્યક્રિયા અને નાસ્તો કર્યા બાદ તેઓ ૧૦:૦૦ કલાકે મોરબી જવા રવાના થઈ ગયા હતા. સતત ભાગદોડ અને અપૂરતો આરામ છતાં તેઓ પુરા જોશ સાથે સભા સંબોધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.