Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું તે અંતર્ગત રાજ્યના વિવિધ શિક્ષણ મંડળો દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી..આર.પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા મુલાકાત કરવામા આવી.

Whatsapp Image 2022 05 19 At 2.43.42 Pm 1

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, માધ્યમિક શિક્ષક મંડળની આઠ જેટલી વિવિધ માંગણીઓ હતી તે તમામ માંગણી સ્વીકારી તે બદલ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીનો આભાર વ્યકત કર્યો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા. માધ્યમિક શિક્ષક મંડળ દ્વારા કરવામાં આવેલ તમામ માંગણીઓ વ્યાજબી હતી જેની રજૂઆત રાજય સરકારને કરી હતી. રાજય સરકારે સમયસર માંગણી સ્વીકારી.

Whatsapp Image 2022 05 19 At 2.43.39 Pm

આ પ્રસંગે પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, મહામંડલના પ્રમુખ જે.પી.પટેલ, શિક્ષણ સેલના સંયોજક મહેન્દ્રભાઈ પાડલીયા, શિક્ષણ સેલના સહ સંયોજક મનુભાઈ પાવરા તેમજ મંડળોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.