Abtak Media Google News

સવા ત્રણ લાખનો મુદામાલ કબ્જે કરાયો, જુગારધારા હેઠળ ગુનો દાખલ

જામનગરના દરેડ જીઆઈડીસીમાંથી ગઈકાલે એલસીબીએ દરોડો પાડી એક કારખાનેદારને જુગાર રમાડતા અને નવને જુગાર રમતા પકડી પાડ્યા છે જ્યારે રણજીતનગરમાંથી ત્રણ મહિલા ગંજીપાના કૂટતા અને હાપા યાર્ડમાં દુકાનમાં જુગાર રમતા ત્રણને પોલીસે પકડી લીધા હતાં. એક વર્લીબાજ પણ પોલીસની ગીરફતમાં આવ્યો હતો. કુલ રૂ. સવા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખા દ્વારા ગઈકાલે બપોરે કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં સ્ટાફના પ્રતાપ ખાચર, દિલીપ તલાવડીયા, સંજયસિંહ વાળાને બાતમી મળી હતી કે દરેડ જીઆઈડીસી ફેઝ-૨માં આવેલા એક કારખાનામાં તેના કબજેદાર જુગાર રમાડી રહ્યા છે તે બાતમીથી પીઆઈ એમ.જે. જલુને વાકેફ કરાયા પછી પીએસઆઈ કે.કે. ગોહિલ, આર.બી. ગોજીયાના વડપણ હેઠળ એલસીબીના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા ઉત્તમ ઉર્ફે ગૌતમ વલ્લભભાઈ પટેલના કારખાનામાં પાડવામાં આવેલા દરોડામાં ત્યાંથી ગૌતમને નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા ખીમાભાઈ પબાભાઈ ચાવડા, જેસાભાઈ લાખાભાઈ નંદાણીયા, રણછોડભાઈ તરસીભાઈ ધારવીયા, રજનીભાઈ વલ્લભભાઈ પટેલ, હિતેશ મોહનભાઈ ગોહીલ, જેન્તિભાઈ દેશુરભાઈ ડાંગર, અનિલ પરબતભાઈ ગાગીયા, વસંત ખીમજીભાઈ નકુમ, કાનજીભાઈ જેઠાભાઈ નળીયાપરા નામના નવ શખ્સ ઝડપાઈ ગયા હતાં.

એલસીબીએ પટ્ટમાંથી રૂ. ૨,૫૩,૦૦૦ રોકડા કબજે કરી તમામ દસ સામે જુગાર ધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે. જુગારનો બીજો દરોડો ખંભાળીયા નાકા પાસે આવેલા દરજીના ડેલામાં ગઈકાલે સાંજે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પાડ્યો હતો. જેમાં જાહેરમાં તીનપત્તી રમતા ભરત વસંતભાઈ દરજી, આરીફ ઈકબાલ ખાખી, નિલેશ જયેન્દ્રભાઈ દરજી, કિશોર દલપતભાઈ પરમાર, ભરત જેરામભાઈ ટાંક, વિશાલ ધીરુભાઈ ધામેચા નામના છ શખ્સ ઝડપાઈ ગયા હતાં. પટ્ટમાંથી પોલીસે રૃા. ૧૦,૧૭૦ રોકડા કબજે લઈ તમામની ધરપકડ કરી છે.

જુગારનો ત્રીજો દરોડામાં રણજીતનગરમાં પાણીના ટાંકા પાસે એ-૩ એપાર્ટમેન્ટ નજીક શનિવારે સાંજે પડ્યો હતો. જેમાં પ્રતિભાબેન અતુલભાઈ ચુડાસમા, હંસાબેન જીતેન્દ્રભાઈ બારોટ, માધવીબેન હિતેશભાઈ સીંધી નામના ત્રણ મહિલા જાહેરમાં તીનપત્તી રમતા ઝડપાયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૪,૬૦૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરી હતી.

જામજોધપુરના મોટીગોપ ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા મેઘાભાઈ પેાભાઈ સગર, માંડાભાઈ નુભાઈ સગર, દિલીપ કાળાભાઈ સગર અને જીવાભાઈ નુભાઈ સગર નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતાં. પટ્ટમાંથી પોલીસે રૃા. ૩૨૬૦ રોકડા કબજે કરી તમામ સામે જાહેરનામા ભંગનો પણ ગુન્હો નોંધ્યો છે.

જુગારનો પાંચમો દરોડો હાપા માર્કેટીંગ યાર્ડમાં દુકાન નં. એ-૭૪માં પાડવામાં આવ્યો હતો. તે દુકાનમાં શનિવારે સાંજે જુગાર રમતા હિતેશ નરેન્દ્રભાઈ શેઠ, સમીર માધવજીભાઈ સોનૈયા અને શિવમ કિશોરભાઈ સચદેવ નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતાં. પોલીસે રૃા. ૧૫,૫૦૦ રોકડા, બે બાઈક મળી રૃા. ૬૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જોડીયાના હડીયાણામાં શનિવારે સાંજે વર્લીના આંકડા લેતા શક્તિદાન કરણીદાન ગઢવી નામના શખ્સને પોલીસે પકડી લઈ તેના કબજામાંથી રૃા. ૪૨૩૦ રોકડા, મોબાઈલ મળી ૧૨,૨૩૦ કબજે કર્યા છે. લાલપુર તાલુકાના ઝાખર ગામમાંથી ગઈકાલે સાંજે વનરાજસિંહ પ્રતાપસંગ જાડેજા, યુવરાજસિંહ હેમતસિંહ ચુડાસમા, ભરતસિંહ કાળજી, કાળજી જેઠીજી ચુડાસમા, સંજયસિંહ ભુપતસિંહ જાડેજા નામના પાંચ શખ્સ ગંજીપાના કુટતા હતાં ત્યારે મેઘપર પોલીસે દરોડો પાડી પકડી લીધા હતાં. પટ્ટમાંથી રૃા. ૭૨૫૦ રોકડા કબજે  થયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.