Abtak Media Google News

ધ્રોલ, જોડીયા, ફલ્લા, કાલાવડ અને જામજોધપુરમાં જુગાર દરોડામાં સવા બે લાખની મત્તા કબ્જે: જુગાર રમનારા સામે સામાજીક અંતર ન જાળવવા અંગે પણ ગુના નોંધાયા

જામનગર શહેર તથા જિલ્લામાં શ્રાવણીયા જુગારની પુર બહારમાં જમાવટ થઈ છે. શનિવારની સાંજથી આજ સવાર સુધીમાં પોલીસે શહેર ઉપરાંત ધ્રોલ, જોડીયા, ફલ્લા, કાલાવડ, જામજોધપુરમાં જુગારના અગિયાર દરોડા પાડી સાઈંઠ શખ્સોને રૃા. સવા બે લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા વસંત વાટીકામાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા વિરલ મુળશંકર શુક્લા, કપીલ અશોકભાઈ ટાકોચીયા, યશ દિનેશભાઈ ખેતાણી, હિતેશ રાજેશભાઈ ચારોલા, અંકીત દીપકભાઈ દાવડા નામના પાંચ શખ્સને પોલીસે તીનપત્તી રમતા પકડી પાડી રૃા. ૮૩૦૦ની રોકડ કબજે કરી છે. વામ્બે આવાસ રોડ પર આવેલા સિધ્ધાર્થ નગરમાં શનિવારે બપોરે ગંજીપાના કૂટતા હનીફ ઈસ્માઈલ સાટી, મનુભાઈ કાનાભાઈ બાવરી, સંજય છગનભાઈ બાવરી, અશ્વીન પ્રેમજીભાઈ ગોહીલ, જગદીશ ભીમજીભાઈ વાઘેલા, કાનજીભાઈ લાલજીભાઈ પરમાર નામના છ શખ્સ પકડાઈ ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૧,૨૨૦ રોકડા કબજે લીધા છે. દિગ્વિજય પ્લોટ ૪૯માં વાલ્મિકીવાસમાંથી શનિવારે સાંજે હરજીભાઈ ભોજાભાઈ સોલંકી, હીરજીભાઈ કરશનભાઈ વાઘેલા, ભરત ગોકળભાઈ વાઘેલા, વિપુલ સુનિલભાઈ સોલંકી, સચીન બાબુભાઈ સોલંકી, અશોક શંકરભાઈ રાઠોડ, હિતેશ જેરામભાઈ ઢાકેચા, નયન અનિલભાઈ સોલંકી નામના આઠ શખ્સને તીનપત્તી રમતા પોલીસે પકડી રૃા. ૧૩,૮૦૦ની રોકડ પટ્ટમાંથી કબજે કરી છે.

ખેતીવાડી ફાર્મ પાસે ઈન્દિરા ગાંધી કોલોનીમાં ગઈ રાત્રે સીટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી કિશોર જેરામભાઈ પરમાર, પાલાભાઈ કારાભાઈ આહિર, સુનિલ જેઠાભાઈ વાઘેલા, અમીત કેશુભાઈ ગોહિલ, ભરત અમરસી પરમાર નામના પાંચ શખ્સ રોનપોલીસ રમતા રૃા. ૧૧,૨૫૦ સાથે મળી આવ્યા હતાં. જોડીયા તાલુકાના અબાલા ગામમાં શનિવારે સાંજે પોલીસે દરોડો પાડતા જાહેરમાં તીનપત્તી રમતા આનંદ શશીકાંત મહેતા, ભરત મેરામભાઈ ગડચર, રસીક નારણભાઈ કાચા, રામભાઈ રવાભાઈ ગોગરા નામના ચાર શખ્સ મળી આવ્યા હતાં. પટ્ટમાંથી રૃા. ૨૫૦૦ સહિત કુલ રૃા. ૫૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. જોડીયાના બાદનપરમાં ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પ્રભુલાલ માવજીભાઈ ભીમાણી, હિતેશ લવજીભાઈ કાનાણી, રાજેશ લાલજીભાઈ પટેલ, વસંતભાઈ કે. પટેલ, અતુલ રમેશભાઈ પટેલ, રાહુલ રામજીભાઈ પટેલ નામના છ શખ્સને પોલીસે પકડી પટ્ટમાંથી રૃા. ૧,૦૯,૪૦૦ની મત્તા કબજે કરી છે. જોડીયા તાલુકાના રસનાળ ગામમાં ગઈકાલે સાંજે ઝાડ નીચે એકઠા થઈ રોનપોલીસ રમતા મહેન્દ્રસિંહ ચનુભા જાડેજા, ભરતસિંહ સદુભા, મહેન્દ્રસિંહ ઘનુભા, હેમરાજ કુંવરજી પટેલ, કમલેશ ગોવીંદભાઈ પડાયા, અવચર મેપાભાઈ કોળી, યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના સાત શખ્સ રૃા. ૧૨,૪૦૦ સાથે પકડાઈ ગયા હતાં. ધ્રોલ તાલુકાના હમાપરમાં ગઈરાત્રે જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પોલીસે તીનપત્તી રમતા નાજાભાઈ બચુભાઈ આહીર, રમેશ બાબુભાઈ પરમાર, નાગદાન ધનાભાઈ આહીર, વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, અરજણભાઈ કેશાભાઈ રાઠોડ નામના પાંચ શખ્સને પોલીસે ૩૪,૭૨૦ની રોકડ સાથે પકડી પાડ્યા છે. જામનગર તાલુકાના ફલ્લામાં ગઈરાત્રે પોલીસે પાડેલા દરોડામાં ધીરજલાલ કરશનભાઈ પટેલ, અમીત અમૃતલાલ પટેલ, મીતેશ ગણેશભાઈ પટેલ, બીપિન વીરજીભાઈ પટેલ નામના ચાર શખ્સ ગંજીપાનાથી જુગાર રમતા મળી આવ્યા હતાં. રૃા. ૨૧,૯૮૦ રોકડા કબજે કરી પોલીસે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરવા અંગે પણ ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના હરીપર ગામમાંથી ગઈરાત્રે લક્ષ્મણ જીવણભાઈ વરૃ, ભાયલાલ વાલજીભા ગોહીલ, ભાવેશ ભુરાભાઈ ભરવાડ, અશોક હીરાભાઈ ભરવાડ નામના ચાર શખ્સ તીનપત્તી રમતા પકડાઈ ગયા હતાં. બે મોબાઈલ તથા રોકડ મળી રૃા. ૧૧,૮૪૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. જામજોધપુર તાલુકાના ચુર ગામમાં ગઈરાત્રે એક વાગ્યે પોલીસે દરોડો પાડતા ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમતા દિનેશસિંહ ગંભીરસિંહ જાડેજા, દિનેશસિંહ ભવાનસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ બળુભા જાડેજા, રઘુભા બાલુભા, જગુભા નારૃભા, ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા નામના છ શખ્સ પકડાઈ ગયા હતાં. આ શખ્સોના કબજામાંથી રૃા. ૫૦૪૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારા અને બિનજરૃરી રીતે બહાર નીકળી એકઠા થવા અંગે ગુન્હો નોંધ્યો છે.

જુગારના દરોડામાં બે મહિલાને ખોટું નામ લખાવવાનું પડ્યું મોંઘુ

જામનગરના સરલાબેન ત્રિવેદી આવાસમાં જુગારના પાડવામાં આવેલા દરોડામાં બે મહિલાએ પોતાના નામ ખોટા લખાવી દીધાનું આધાર કાર્ડથી વેરીફાય થતા પોલીસે બન્ને મહિલા સામે અલગથી ગુન્હો નોંધ્યો છે. જામનગરના પોલીસ હેડ કવાટર નજીકના સરલાબેન ત્રિવેદી આવાસમાં ગયા ગુરૃવારે રાત્રે પોલીસે ફીરોઝ આમદ નામના શખ્સના ફ્લેટમાં પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ફીરોઝ તેમજ તેમના પત્ની અને અન્ય મહિલાઓ ગંજીપાનાથી જુગાર રમતા મળી આવ્યા હતાં. ત્યારે પોલીસે મહિલાઓના નામ નોંધવાની કામગીરી કરી હતી. જુગારમાં ઝડપાયેલા મહિલાઓ પૈકીના મનિષાબેન તેમજ અલ્કાબા નામના બે મહિલાએ પોતાના નામ પિયરની અટક સાથે લખાવી દઈ અખબારોમાં કે બીજા કોઈ માધ્યમથી પોતાની સાચી ઓળખ ન મળે તેવા હેતુથી નામ છુપાવી પોલીસને નોંધ કરાવી દીધી હતી. મોડીરાત્રે પોલીસે તે તમામ મહિલાઓને જવા દીધા હતાં. ત્યારપછી શુક્રવારે ઉપરોક્ત મહિલાઓને પોતપોતાના આધાર કાર્ડ સાથે પોલીસ સ્ટેશન આવવાનું કહેવામાં આવતા મનિષાબેન તથા અલ્કાબાને પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું જ્યાં તેઓએ લખાવેલા નામ અને આધાર કાર્ડમાં રહેલા નામ વેરીફાય કરાતા આ બન્ને મહિલાએ પોતાની ઓળખ ન મળે તે રીતે ખોટી વિગત આપ્યાનું જણાઈ આવતા પોલીસે બન્ને મહિલાઓ સામે આઈપીસી ૬ (એ) હેઠળ અલગથી ગુન્હો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.