Abtak Media Google News

શ્રાવણીયો જુગાર પૂરબજારમાં

જામનગરના જવાહરનગર તેમજ જામજોધપુરના પાટણમાં ગઈરાત્રે જાહેરમાં તીનપત્તી રમતા ત્રણ શખ્સ અને સાત મહિલાને પોલીસે પકડી પાડ્યા છે જ્યારે જુગારના અન્ય ચાર દરોડામાં વીસ શખ્સો ઝડપાયા છે. છએ દરોડામાં કુલ રૂ. અડધા લાખનો મુદ્દામાલ કબજે થયો છે.

જામનગર નજીકના હાપા પાસે આવેલા જવાહર નગરમાં ગઈકાલે રાત્રે કેટલાક વ્યક્તિઓ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ભગવતસિંહ ભીખુભા જાડેજા અને કારીબેન હરજીભાઈ કોળી, કંચનબેન મુકેશભાઈ કોળી, બીનાબેન સંજયભાઈ કોળી, શોભનાબેન મનસુખભાઈ કોળી ઉર્ફે ડીડી, નીમુબેન ધીરુભાઈ પરમાર નામના છ વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટમાંથી રૂ. ૬૮૯૦ રોકડા કબજે કરી જુગાર ધારાની કલમ ૧૨ તેમજ ચારથી વધુ વ્યક્તિઓ એક સ્થળે એકઠા થયા હોય આઈપીસી ૧૮૮ અને નેશનલ ડીઝાસ્ટર એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના પાટણમાં ગઈરાત્રે બે વાગ્યે જાહેરમાં રોનપોલીસ રમતા નાથાભાઈ ઓઘડભાઈ મેર, સુમીત વિનોદભાઈ વાણંદ અને કિરણબેન બધાભાઈ ડાભી, સોનલબેન ભાવીનભાઈ કસરેજા નામના ચાર વ્યક્તિને પોલીસે પકડી પાડ્યા હતાં. પટમાંથી રૂ. ૨૫૯૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારા તેમજ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.

નગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા નાઘેર વાસમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટી રહેલા અમીત ઉકાભાઈ સોલંકી, અનિલ ગોવિંદભાઈ વાળા નામના બે શખ્સને પોલીસે પકડી લીધા હતાં જ્યારે હરેશ મંગાભાઈ ગોહીલ, ભોલો દિનેશ સોલંકી  અને સંજય રામજીભાઈ વાળા નામના ત્રણ શખ્સ પલાયન થઈ ગયા હતાં. પટમાથી રૂ. ૧૦,૫૧૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.

ગોકુલનગર નજીકની સોમનાથ સોસાયટીમાં ગઈકાલે સાંજે જુગાર રમતા રાજેશ જયસુખભાઈ કોળી, પીન્ટુ જયસુખભાઈ કોળી, કરશન જીવાભાઈ સોલંકી, સન્ની જીતુભાઈ મકવાણા, સંજય જયસુખભાઈ કોળી, કમલેશ વાલજીભાઈ વાઢેર નામના છ શખ્સને પકડી પાડી પોલીસે પટમાંથી રૂ. ૧૦,૬૭૦ રોકડા કબજે કર્યા છે.

જામનગર નજીકના મોરકંડા ગામમાં સ્મશાન પાસે ગઈકાલે રાત્રે સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તી રમતા ગોપાલ દિલીપભાઈ ડોડીયા, શંકર જગદીશભાઈ કોળી, રમેશ દિલીપભાઈ ડોડીયા, અરવિંદભાઈ મોહનભાઈ કોળી, અનિલ હરીભાઈ પરમાર, મનિષ મનસુખભાઈ મારકણા અને પ્રકાશ નાનજીભાઈ પરમાર નામના સાતને પોલીસે પકડી પટમાંથી રૂ. ૧૦,૩૨૦ રોકડા કબજે કરી જુગારધારા તેમજ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.