Abtak Media Google News

મોટી મારડ, જેતપુર, ભાયાવદર, કંડોરણા, ગોંડલ, વિંછીયા અને મોટી પાનેલીમાં જુગારીઓ ઉપર પોલીસની લાલ આંખ: ૧૭ મોબાઈલ, કાર, ૩ બાઈક  અને રોકડ મળી રૂ.૭.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગાર પર પોલીસે લાલ આંખ કરી જામકંડોરણા, પાટણવાવ, જેતપુર, ભાયાવદર, ગોંડલ, વિંછીયા અને મોટી પાનેલી સહિત ૭ સ્થળોએ દરોડા પાડી ૩ મહિલા સહિત ૪૩ શખસોને ઝડપી લઈ નાસી છુટેલા ૬ શખસોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ૧૭ મોબાઈલ, ૧ કાર, ૩ બાઈક અને રોકડ મળી ૭.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે જગદીશ છગન ઝાલાવડીયા નામના શખસની ઓફિસમાં જુગાર રમાતો હોવાની પીએસઆઈ વાય.બી.રાણાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતો અશોક નારણ, દિનેશ ડેડાણીયા, ભરત રવજી કાલરીયા, પરેશ વજુ આહિરની ધરપકડ કરી જુગારના પટમાંથી ૪૨,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા જગદીશ ઝાલાવડીયાની શોધખોળ હાથ ધરી છે.

જેતપુરના વાડાસડા ગામે જુગાર રમતા વિનોદ પરમાર, નરેન્દ્ર ચૌહાણ, દાનસીંગ ચૌહાણ, રાજુ ચૌહાણ, જીતેશ પરમાર અને દિલીપ વાઘેલાની ધરપકડ કરી ૧૩,૭૦૦ કબજે કર્યા છે. ભાયાવદરના ટીંબડી ગામે કિરીટ છગન ધમસાણીયાની વાડીમાં જુગાર રમતા વાડી માલીક કિરીટ ધમસાણીયા, સુરેન્દ્રસિંહ વાળા, કૌશિક બાલધા, બિપીન વાગડીયાની ધરપકડ કરી રૂા.૫૧૦૦૦ રોકડ, ૩ મોબાઈલ, ૨ બાઈક અને કાર મળી રૂા.૬.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા દિનેશ પાંચાણી, સુરેશ પેથાણી, પ્રવિણ ઠુંમર, દિનેશ પાંચાણીની શોધખોળ હાથ ધરી છે. જામકંડોરણાના રાયડી ગામે જુગાર રમતા રાજેશ પરમાર, વિનોદ પરમાર, અશોક સોલંકી, જીતેશ પડેલીયા, રોનક પરમાર, નિતીન પરમારની ધરપકડ કરી રૂા.૨૧૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. મોટી પાનેલી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખસોની ધરપકડ કરી રૂા.૩૬૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગોંડલ શહેરના કૈલાસ બાગમાં પરેશ ભાદાણીના મકાનમાં જુગાર રમતા પરેશ ભાદાણી, રવી ગોહીલ, હિરેન હુંબલ, પરસોતમ મકવાણાની ધરપકડ કરી જુગારના પટમાંથી ૧૭૭૫૦ કબજે કરી નાસી છુટેલા રેખાબેન ભુવા, આરતીબેન કાછડીયા, બેનુબેન ભાદાણીની શોધખોળ હાથ ધરી છે. વિંછીયાના બોટાદ રોડ પર જાહેરમાં જુગાર રમતા ગફાર શાહમદાર, રજાક શાહમદાર, ઈસ્માઈલ શાહમદાર, દિનેશ બચુ, સાગર કોળી, વિજય વારાણી, સુરેશ જાપડીયા, મનુ રાજપરા, કલ્પેશ રાજપરા અને પિન્ટુ રાજપરાની ધરપકડ કરી રૂા.૨૧૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ૧૧ સ્થળોએ જુગારના દરોડા: ૭૧ શકુની ઝડપાયા

સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં શ્રાવણીયા જુગારના રંગમાં ભંગ પાડતી પોલીસ. જેમાં જામનગર, દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર પંથકમાં ૧૧ સ્થળોએ દરોડા પાડ્યા અને ૭૧ શખસોની ધરપકડ કરી જેમાં સલાયામાં જાહેરમાં જુગાર રમતા ૮ શખસોની ધરપકડ કરી, મીઠાપુરમાં ૫ શખસોની અને ખંભાળીયામાં ૫ શખસોની ધરપકડ કરી કુલ રૂા.૯૫૦૦૦નો મુદ્દામાલ કબર્જે કર્યો છે. બોટાદમાં બે સ્થળોએ જુગાર રમતા ૧૪ શખસોની અને રાણપુરમાં ૩ શખસો મળી કુલ ૧૫ શખસોની ધરપકડ કરી રૂા.૫૦૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના અને તાલાલામાં જુગાર રમતા ૧૪ શખસોની ધરપકડ કરી અર્ધા લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામે જુગાર રમતા ૫ શખસોની ધરપકડ કરી રૂા.૧૧૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે જામજોધપુર તાલુકાના વાલાસણ ગામે દિલીપ નાથાના મકાનમાં પોલીસે દરોડો પાડી જુગારધામ ઝડપી લઈ ૭ શખસોની ધરપકડ કરી રૂા.૧૦૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.