Abtak Media Google News

એક લાખના મુદામાલ સાથે 16 પતાપ્રેમી ઝડપાયા

ઉપલેટાના ડુમીયાણી ગામે, જેતપુર તાલુકાના  મોટા ગુંદાળા ગામે  અને પાટણવાવમાં આવેલી ઈન્દીરા   સોસાયટીમાં  પોલીસે જુગારના દરોડા પાડી જુગારના પટમાંથી રોકડ અને  ચાર મોબાઈલ  મળી કુલ રૂ.એક લાખનો મુદામાલ  કબ્જે કરી 16 પતાપ્રેમીને ઝડપી લીધા છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટા તાલુકાના  ડુમીયાણી  ગામની સીમમાં આવેલી જીતુભાઈ ચંદુભાઈ કોઠડીયાની વાડી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી  ઉપલેટા પોલીસને મળી હતી.

ઉપલેટા પોલીસે માહિતીના આધારે ડુમીયાણી ગામની સીમમાં  જાહેરમાં જુગાર ખેલતા જીતેશ ઉર્ફે  જીતુ ચંદુભાઈ  કોઠડીયા, શાંતીલાલ ગોકળભાઈ ભુવા, કાંતીલાલ છગનભાઈ ગોવાણી રતીલાલ  જીવરાજભાઈ  ગરાળા,  ગોરધન ગોપાલભાઈ ડઢાણીયા, અને અશોક   બાવનજીભાઈ   ઘેટીયા  નામના પતાપ્રેમીને ઝડપી લઈ  જુગારના પટમાંથી રોકડ રૂ.19,760 અને ચાર મોબાઈલ મળી કુલ રૂ.70 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

જયારે જેતપુર  તાલુકા પોલીસે મોટા ગુંદાળા ગામે આવેલા   રાણાભાઈ  પટેલના મકાન પાસે  જુગટુ રમતા, સુરેશ હરસુખભાઈ  ચડોતરા, મુકેશ મથુરભાઈ  મકવાણા રણછોડ જેરામભાઈ હમીપરા, રમેશ પ્રભુભાઈ દેગામા,  દેવશ કરશનભાઈ મેણીયા અને  જેન્તીભાઈ  સાકરીયાને  રૂ.18,360ની રોકડ સાથે  ધરપકડ કરી છે.

જયારે પાટણવાવ પોલીસે ઈન્દિરાનગરમાં જુગટુ રમતા  વીજય મગનભાઈ  મેવાડા, બટુક ડાયાભાઈ સોલંકી, રવજી અરસીભાઈ  સોલંકી,  કવા ભીખાભાઈ  સોલંકી અને   ચંદુ અરસીભાઈ સોલંકીને  ઝડપી લઈ રૂ. 14780ની રોકડ કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.