Abtak Media Google News

જેતપુર શહેરના અમરનગર રોડ પર સ્વામી નારાયણ નગર રહેતા યુવાને હનીટ્રેપમાં ફસાવવાની ધમકી આપી રૂ. રપ લાખ પડાવી વધુ પડાવવાની ધમકી આપતા પીજીવીસીએલ ના કર્મચારીને આપઘાતની ફરજ પાડતા પોલીસે મૃતકની સુસાઇડ નોટના આધારે દંપતિ સહિત ત્રણ શખ્સો સામે મરવા મજબુર કરવાની કમલ હેઠળ ગુનો નોંધી ધરપકઢ કરવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

હન્ની ટ્રેપમાં ફસાવી રપ લાખ પડાવી વધુ રકમની માંગણી કરી બદનામ કરવાની ધમકી આપતા ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

વધુ વિગત મુજબ જેતપુરના અમરનગર માર્ગ પર આવેલા સ્વામીનારાયણ નગરમાં રહેતા હર્ષદભાઇ જયંતિલાલ વણજારા નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના સુસાઇટ નોટના આધારે પોલીસે મૃતના ભાઇ હરેશભાઇ વણઝારા ની ફરીયાદ પરથી જેતપુરના ટાકુડીપરામાં રહેતા સોનલબેન રાજુ પરમાર, તેનો પતિ રાજુ હરી પરમાર અને વંથલીના ઘણફુલીયા ગામે તેનો બનેવી શાંતિલાલ હની ટ્રેપમાં ફસાવી અને આબરુ જવાના ડરથી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક હર્ષદભાઇ પીજીવીસીએલમાં નોકરી કરતો હતા. રપ લાખ પડાવી હની ટ્રેપમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા પડાવી લીધા બાદ વર્ષ 2017માં ઘર મેળે સમાધાન બાદ વધુ રકમની અવાર નવાર માંગણી કરી બદનામ કરવાની ધમકી આપતા પગલું ભર્યુ છે.

પોલીસે દંપતિ સહિત ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરવા પી.એસ.આઇ. ગજેન્દ્રસિંહ જે. ઝાલા સહીતના સ્ટાફ ચલાવી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.