Abtak Media Google News

ભકિતનગર પોલીસે આધુનિક ટેકનીકનો ઉપયોગ કરી અલગ અલગ ટીમો બનાવી ગુગલમાં ‘ૠઅખઇકઈંગૠ ઝઅછૠઊઝ’નું લોકેશન સેટ કરી દરોડો પાડયો: શહેરમાં પ્રથમ વખત પોલીસે જુગારીયાઓના પાયલોટ (ખબરી)ની નજર ચુકવી સફળ રેડ કરી

શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં ધમધમતા જુગારની બંદીને નસ્તનાબુદ કરવા વિસ્તારમાં નામચીન શખ્સ સંચાલીત ઘોડીપાસાના જુગાર ધામ પર ભકિતનગર પોલીસે આધુનિક ટેકનીકનો ઉપયોગ કરી અલગ અલગ ટીમો બનાવી ગુગલમાં લોકેશન સેટ કરી સફળ દરોડો પાડતા રૂા ૧૮.૮૯ લાખના મુદામાલ સાથે જુગાર રમતા ૧૪ શખ્સોને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

બનાવ અંગેની વિગત મુજબ ભકિતનગર પોલીસની હદમાં દારુ જુગારની ગેરકાયદે પ્રવૃતિથને અંકુશમાં લેવાના ઉદેશથી ભકિતનગર પોલીસ મથકના પી.આઇ વી.કે.ગઢવી પી.એસ.આઇ. પી.બી. જેબલીયા, એ.એસ.આઇ. જયુભા પરમાર, હેડ કોન્સ્ટે. વિકમભાઇ, રણજીતસિંહ, મહેન્દ્રસિંહ, હીરેનભાઇ, ભાવેશભાઇ, રવિરાજભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મનીષભાઇ, મયુરસિંહ, હિતેષભાઇ, રાજેશભાઇ તથા વિશાલભાઇ સહીતના સ્ટાફે ચોકકસ બાતમીના આધારે પ્રથમવખત જંગલેશ્ર્વરમાં ચાલતા ઘોડીપાસાના જુગાર ધામ પર અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ રસ્તેથી ગુગલના લોકેશન ટ્રેશ કરી એક સાથે બધી ટીમોએ જુગારના સ્થળ પર જંગલેશ્ર્વરમાં આજી નદીના કાંઠે આવેલા નામચીન શખ્સ બસીર ઉફેૃ કાળા જેસાણીના મકાનમાં દરોડો પાડી જુગાર રમાડતો બસીર ઉર્ફે કાળો હુશેન જેસાણી, તનવીર ઉર્ફે તનીયો રફીક શીશાંગીયા, તથા જુગાર રમવા આવેલો કાલાવડ નાકા બહાર મટન માર્કેટ પાસે જામનગરનો મનસુખ રામજી કછટીવા, કુભાર વાડા મેઇન રોડ પર રહેતો શબ્બીર અલી કબર, રેલનગરમાં અર્પણા પાર્કમાં રહેતો મહાવીરસિંહ દર્શદસિંહ જાડેજા, જામનગરમાં બાલનાથ સોસાયટીમાં રહેતો હસમુખ રમણીક કણીજા, જેતપુરના જુન પ્લોટમાં રહેતો સુનીલ પરસોતમ જાદવ, ભગવતી પરામાં રહેતો ભુપત દેવા  બસીયા, ગોંડલના મતવવાડ માર્ગ પર રહેતો રફીક અલી થારીયાણી ગોંડલના ભગવતીપરામાં રહેતો વસીમ બાબુ બ્લોચ, રફીક બાવા લાખાણી, દુધ સાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતો જાહીદ મહમદ પારેખ, કોઠારીયા રોડ પર નીલકંઠ પાર્કમાં રહેતો સાહીલ કરીમ પરમાર, જામનગરમાં ખોડીયાર કોલોનીમાં રહેતો દીગુભા ગુજભા જાડેજા, સહીત ૧૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી સ્થળ પરથી રોકડા રૂપિયા ૨.૫૮ લાખ મોબાઇલ નંગ ૧૫ બે બાઇક, ક્રેટા કાર નંબર જીજે ૮ એપી ૪૭૨૩ મારુતી અલ્ટો કાર મળી કુલ રૂા ૧૮,૮૯,૫૦૦/- નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.જુગાર કલબમાંથી ઝડપાયેલા તનવીર ઉર્ફે તનીયો, જાહીદ મહમદ પારેખ, મહાવીરસિંહ જાડેજા, સાહીલ પરમાર, રફીક થાકીવાણી સહીતના શખ્સો સામે શહેરના જુદા જુદા પોલીસ મથકોના ચોપડે ગુનાહીત પ્રવૃતિમાં ચડી ચુકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.