Abtak Media Google News

ભાવનગર જિલ્લાનાં પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા પાલીતાણા ડિવીઝનનાં નાયબ પોલીસ અધિક્ષક જાડેજા એ નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાં આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તેમજ સ્ટાફનાં હેડ કોન્સ.બી.એચ.વેગડ  તથા પો.કોન્સ.શક્તિસિંહ જે સરવૈયા તથા પો.કો.જીતેન્દ્રભાઇ ડાંગર તથા પો.કો.મયુરસિંહ ગોહિલ તથા જીતેન્દ્રભાઇ મકવાણા તથા  એ રીતેના પેટ્રોલીંગમાં હોય તે સમય દરમ્યાન પો.કો. જીતેન્દ્રભાઇ એમ ડાંગર તથા પો.કો.મયુરસિંહ ગોહિલનાં ઓને મળેલ સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ગારીયાધાર  પો.સ્ટેશનનાં.ફસ્ટ.ગુનાં રજી નં.૪૯/૨૦૧૫ આઈપીસી કલમ ૪૦૬.૪૧૯.૪૨૦,૪૬૫ ,૪૬૭, ૪૭૧,૪૭ ૨, ૪૭૪, ૪૭૫, ૪૭૬,૪૭૭, ૧૧૪, ૧૨૦, બી,વિગેરે  મુજબનાં ગુન્હાનાં કામે નાસતા-ફરતો આરોપી ઘનશ્યામભાઈ મગનભાઈ વાજા.જા. વાણંદ.ઉ.વ.૩૮ રહે પરવડી તા.ગારીયાધાર. હાલ.રાજીવનગર ભાંગના કારખાનાં વાળો ખાંચો રાજુભાઇ ભરવાડનાં મકાનમાં સિહોરવાળાને દબોચી લઇ છેલ્લા ૩ વર્ષથી નાસતાં-ફરતો વોન્ટેડ આરોપીને પકડી પાડી ગારીયાધાર પોલીસ સ્ટેશન સોંપી આગળની કાર્યવાહી કરવાં તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.