Abtak Media Google News

કિશાનપરા ચોક ખાતે સાંજે ૭ કલાકે યોજાનાર કાર્યક્રમમાં ગૌભકતોને જોડાવવા આહ્વાન

ગૌરક્ષા દળ ગુજરાત દ્વારા તા.૧૧ને શુક્રવારે બોર ચોથના દિવસે કિસાનપરા ચોક ખાતે સાંજે ૭:૦૦ કલાકે ગૌપૂજન તેમજ ગૌમાતા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌરક્ષા દળ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં સર્વપ્રથમવાર ગૌપૂજનની સાથે સાથે ગૌમહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં જગતગુરુ સુર્યાચાર્ય કૃષ્ણ દેવનંદ ગીરીજી મહારાજ સૂર્યપીઠ દ્વારકા, યોગીધામ ટ્રસ્ટના ત્યાગ વલ્લભ સ્વામીજી, ગૌસેવા ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયા, ગૌરક્ષાદળ ગુજરાતના અધ્યક્ષ મયુરભાઈ ઠકકર, મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શાસક પક્ષ નેતા ધર્મેન્દ્ર મીરાણી, પોલીસ હાઉસિંગ ડાયરેકટર પરેશભાઈ વિઠ્ઠલાણી (બિલ્ડર અગ્રણી) અરવિંદભાઈ રૈયાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, અભયભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, ચેતનભાઈ રામાણી, એનિમલ હેલ્પ લાઈનના મિતલભાઈ ખેતાણી, વિશ્ર્વ હિન્દુ પરિષદ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ, બડા બજરંગ મિત્ર મંડળ, હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રભારી હરપાલસિંહ જાડેજા, બ્રહ્મ સમાજ અગ્રણી જીતુભાઈ મહેતા, આત્મીય કોલેજ ટ્રસ્ટી રાજુભાઈ ધારૈયા, રાજકોટની ૫૦ જેટલી સંસ્થાઓ, તમામ સમાજના અગ્રણીઓ, ગૌશાળા તેમજ પાંજરાપોળ સંચાલકો વગેરે ભાગ લેશે, ગૌરક્ષા દળ ગુજરાત દ્વારા રાજકોટ તેમજ નજીકના ગૌરક્ષકો, ગૌભકતો, ગૌપ્રેમીઓ, ધર્મપ્રેમીઓ તેમજ જીવદયા પ્રેમીઓને મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગૌરક્ષા દળના કાનાજી ચૌહાણ, અલ્પેશભાઈ લહેરુ, સેન્જલભાઈ મહેતા, પ્રશાંતભાઈ વોરા, વિક્રમભાઈ આહિર, વિવેકભાઈ વરસાણી, ગૌરવભાઈ અજાગ્યા, પરેશભાઈ ટોપણ, જયેન્દ્રભાઈ ચંદવાણીયા, અનિલભાઈ ગોહિલ, મૌલિકભાઈ પટેલ, વિરભાઈ ડાભી, વિપુલભાઈ દેવમુરારી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે સેન્જલભાઈ મહેતા ૮૦૦૦૦ ૩૦૦૮૦, અલ્પેશભાઈ લહેરું ૯૩૭૬૬ ૦૩૬૦૦, કાનાજી ચૌહાણ ૯૮૯૮૮ ૦૦૦૯૦, પ્રશાંતભાઈ વોરા ૮૦૦૦૦ ૭૭૭૫૭નો સંપર્ક કરવા સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.