Abtak Media Google News

દલિતો પર અત્યાચારમાં ફરીયાદ તુરંત નોંધી કાર્યવાહી કરાય છે: વિજયભાઇ

સરકારે ગૌરક્ષાનો કાયદો કડક બનાવ્યો છે જેને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે. પરંતુ ગૌ રક્ષાના નામે કેટલાક કહેવાતા ગૌરક્ષકો કાયદો હાથમાં લેતા હોવાના પણ અનેક કિસ્સા નોંધાયા છે. અગાઉ વડાપ્રધાન મોદી પણ આ મામલે ચિંતા વ્યકત કરી ચુકયા છે. ત્યારે કહેવાતા ગૌરક્ષકો દ્વારા દલિતો પર થતાં દમન મુદે મુખ્યમંત્રી રૂપાણીએ પણ કડક કાયદાની તૈયારી

બનાવી છે.

તેમણે દલિતો પર થતાં અત્યાચાર મુદ્દે કહ્યું હતું કે આવા કેસમાં ત્વરીતે ફરીયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવે છે. દલિતોનું રક્ષણ આપણી જવાબદારી છે. ગુજરાતમાં ગરીબો સુરક્ષીત  રહે તેવું અમે સુનિશ્ર્ચીત કરી રહ્યાં છીએ.

ગૌરક્ષાના નામે અનેક કૃત્યો સર્જાતા હોય છે ત્યારે રક્ષકો જ ભક્ષક સાબિત થાય છે. જે સમાજ માટે દુષણ છે. જેના મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ ગૌરક્ષાનો કાયદો કડક કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રવિવારના રોજ લીધો હતો. સરકાર ગૌરક્ષા માટે હવે આકરા કાયદાની અમલવારી કરશે.

ગૌરક્ષાના નામે કાયદો હાથમાં લેનાર સામે કડક પગલા લેવાશે મુખ્યમંત્રી વિજય ‚પાણીએ જણાવ્યું હતું કે ગૌરક્ષકોનું દલીતો પરનું દમન જરાય સાંખી નહી લેવાય. સરકાર ગાયોને સુરક્ષા આપવા મુદ્દે કડક નિયમ બનાવી રહી છે. જેનું દેશભરમાં કડક પાલન કરવામાં આવશે. જે ગૌરક્ષા માટે કરાયેલી એક મહત્વપૂર્ણ જોગવાઇ સાબિત થશે.

દલીતો પરના દમન વિશે બોલતા મુખ્યમંત્રી ‚પાણીએ જણાવ્યું હતું કે આ માટે ગુનેગારો પર ત્વરીત પગલા લેવામાં આવશે.

દલિત સમાજ પછાત વર્ગ છે પરતુ સમાજનો હિસ્સો છે માટે તેમનું સમર્થન આપવું આપણી જવાબદારી છે. અમે ગુજરાતમાં દલિતોને હિત તેમજ તેમની સુરક્ષા પ્રદાન  કરવા કાર્યક્રમો યોજી રહ્યા છીએ. માટે જ તેઓ ભાજપને સર્મથન આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.