Abtak Media Google News

બીજા મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ છેલ્લી ઓવેરમાં મેચ જીત્યું

મુંબઈ અને રાજસ્થાન વચ્ચેનો ૨૧મો મુકાબલો રાજસ્થાનના જયપુરમાં આવેલ સવાય માનસિંહ સ્ટેડિયમમાં રમાવવામાં આવ્યો હતો. આ રોમાંચક મેચને રાજસ્થાને ત્રણ વિકેટે જીતી લીધી હતી  આ મેચમાં મુંબઈએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ રાજસ્થાનને પ્રથમ ફિલ્ડીંગ આપી હતી.

Advertisement

મુંબઈએ પહેલા બેટિંગ કરતાં સાત વિકેટે ૧૬૭ રન બનાવ્યા હતા. મુંબઈની શરૂઆતમાં જ પહેલી વિકેટ પડી ગઈ હતી. મુંબઈનો ઓપનર લૂઈસ શૂન્ય રને પેવેલિયન પહોંચી ગયો હતો. પરંતુ ઈશન કિશન અને સૂર્યકુમારે શાનદાર બેટિંગ કરતાં ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. સૂર્યકુમારે ૪૭ બોલમાં ૭૨ રનની ઈનિંગ રમી હતી, જ્યારે ઈશાન કિશને ૫૮ રનની ઈનિંગ રમી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, મુંબઈનો સ્કોર ૨૦૦ રનને પાર જશે, પરંતુ રાજસ્થાનના આર્ચરે ઓવર હેટ્રિક લઈને મુંબઈના સ્કોર પર બ્રેક લગાવી દીધી હતી.  રોહિત શર્મા પણ આ મેચમાં શૂન્ય રને પેવેલિયન ફર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે આપેલા ૧૬૮ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ રાજસ્થાનની શરૂઆત પણ કંઈ સારી રહી નહતી, કેમ કે રાહુલ ત્રિપાઠી (૦૯) અને રહાણે (૧૪) રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ સંજુ સેમસન (૫૨) અને બેન સ્ટોક્સે (૪૦) બાજી સંભાળી લીધી હતી, પરંતુ તેવામાં હાર્દિકે બેન સ્ટોક્સને ૪૦ રને ચાલતો કર્યો ત્યાર બાદ હાર્દિકે સંજુ અને જોશ બટલર (૦૬)ને આઉટ કરીને મુંબઈને મેચમાં વાપસી કરાવી દીધી હતી.

જોકે, ક્રિષ્નપ્પા ગૌથમે આવતાની સાથે જ આક્રમક બેટિંગની શરૂઆત કરી દીધી હતી, જેનો સાથ આપી રહ્યો હતો જોફરા અર્ચર. આ બંને બેટ્સમેનોએ બૂમરાહની ૧૯મી ઓવરમાં ૧૮ રન ફટકારીને ટીમને મેચમાં વાપસી કરાવી દીધી હતી. આમ અંતિમ ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે દસ રનની જરૂરત હતી.

દસમી ઓવર હાર્દિક પંડ્યા લઈને આવ્યો હતો, સ્ટ્રાઈક પર અર્ચર હતો, જે મોટો શોર્ટ લગાવવા જતા હાર્દિકના હાથે જ કેચ આઉટ થઈ ગયો, પરંતુ આ દરમિયાન ગૌથમ સ્ટ્રાઈ પર આવી ગયો હતો. ગૌથમે હાર્દિકના બીજા જ બોલે ફોર ફટકારીને જીતને થોડી નજીક લાવી દીધી. હાર્દિકે વાપસી કરતાં ત્રીજો બોલ ડોટ નાંખ્યો, આ બોલે ગૌથમને રન લેવો હોત તો તે લઈ શકતો હતો પરંતુ તે રન દોડ્યો નહતો અને હાર્દિકના ચોથા બોલે ગૌથમે શાનદાર સિક્સ ફટકારીને મેચનો હિરો બની ગયો હતો. આમ પાછલી ત્રણ ઓવરમાં ૪૩ રનની જરૂરત હતી, જેમાંથી ૧૧ બોલમાં ૩૩ રન તો માત્ર એકલા ગૌથમે જ ફટકારી દીધા હતા. આમ ગૌથમે રાજસ્થાનને હારેલી બાજી જીતાડી દીધી હતી, જેની કોઈએ કલ્પના પણ કરી નહતી.

અન્ય મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે મજબૂત હૈદ્રાબાદની ટીમને છેલ્લી ઓવેરમાં ૪ રને પરાજય આપ્યો હતો.અંબાતી રાયડુએ ૭૯ રન ફટકારીને મેન ઓફ ધ મેચ બન્યો હતો  ચહેરે  પોતાના સ્પેલમાં માત્ર ૧૫ રન આપીને ૩ વિકેર ખેડવી નાંખી હતી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.