Abtak Media Google News

રાજયમાંથી છેલ્લા એકવર્ષમાં ગુમ થયેલા ૬૪૨૯ બાળકોને શોધવા ખાસ ડેટાબેઝ તૈયાર કરાઇ રહ્યો છે

છેલ્લા એક વર્ષમાં જ રાજયમાંથી ૬૪૨૯ બાળકો ગુમ થતાં ગુમસુધા બાળકોની ભાવ મેળવવા સીઆઇડી ક્રાંઇમ ૧૫ રાજયોમાં ભુમી વળી છે. અને ગુમસુધા બાળકોની ભાવ મેળવવા ખાસ ડેટાવેજ તૈયાર કરવામાં જોગવાઇ  છે અત્યાર સુધીમાં ૧૫ રાજયોમાંથી ૧પ૪ બાળકોની ભાળ મેળવવામાં સુઆસડી સફળ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજયમા નાના બાળકો ગુમ થવાની ઘટનામાં વધારો થયો છે. અને છેલ્લા એક વર્ષમાં ૬૪૨૯ બાળકો ગુમ થયા હોય આ મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા ગુમ થયેલા બાળકો અન્ય રાજયોમાં પહોંચી ગયા હોવાની શંકાએ તપાસ હાથ ધરી જુદા જુદા ૧પ રાજયોમાં તપાસ કરતા ૧૫૪ બાળકોની ભાળ મેળવવામાં સફળતા મેળવી છે.

બીજી તરફ ગુમસુધા બાળકોનો પત્તો મેળવવા સીઆઇડી દ્વારા સેન્ટ્રલાઇઝ પઘ્ધતિને આધારે ડેટા બેઝ પણ બનાવવાનું શું કર્યુ છે. જેમાં સફળતા મળી છે અને મુંબઇમાં ઓબઝવેશન હોમાંથી ૧૦ બાળકોને લાવી બાળકોને પરિવાર સાથે મેળવવા પ્રયાસો તેજ કરાયા હોવાનું સીઆઇડી ક્રાઇમના એ.ડી.જી.ફપી. અનિલ પ્રથમે ઉમેર્યુ હતું.

આ ઉપરાંત સીઆઇડી દ્વારા રાષ્ટ્રીય ડેટાબેઝના આધારે વિવિધ એજન્સી સામે સંકલન કરી ગુમસુધા બાળકોની જાણકારી મેળવવા ૧૫ રાજયોમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.