Abtak Media Google News

પૂર્વ ભારતીય ઑપનિગ બૅટ્સમેન ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે.

મંગળવારે તેમણે ટ્વિટર અને ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાની નિવૃતિની જાહેરાત કરી હતી.37 વર્ષના ગંભીરે ભારત તરફથી પોતાની ક્રિકેટની શરૂઆત 1999-2000થી કરી હતી, જે બાદ તેઓ બે દાયકાઓ સુધી ભારતીય ટીમ તરફથી રમ્યા હતા.ગંભીરે પોતાની આંતરરાષ્ટ્રીય કૅરિયરમાં 58 મૅચ રમ્યા અને 41.95ની સરેરાશથી 4154 રન પણ બનાવ્યા હતા.

ટેસ્ટ મૅચમાં ગંભીરે કુલ 9 સદી અને 22 અડધી સદી ફટકારી હતી.

ગભીરે 147 આંતરરાષ્ટ્રીય વન ડેમાં 39.68ની સરેરાશથી 5238 રન બનાવ્યા. જેમાં 2011 વર્લ્ડ કપ ફાઇનલની યાદગાર 97 રનની ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.