Abtak Media Google News

કોરોના વાયરસને કારણે છવાયેલી મહામારી અને તે દ્વારા ઊભી થયેલી અસરને પાછળ છોડી હવે ભારતીય અર્થતંત્ર ટકાઉ વિકાસ અને વૃદ્ધિ તરફ ઝડપભેર આગળ ધપી રહ્યું છે. જેને જોતા આર્થિક થિંક ટેક તેમજ મોટા ભાગના તમામ નિષ્ણાંતો એકમત વ્યક્ત કરી રહ્યા છે કે ભારતનો જીડીપી દર ચાલુ નાણાકીય વર્ષમાં ડબલ ડિજિટમાં પહોંચી 10.5 ટકાની સપાટીએ રહેશે.

5 ટ્રીલીયન ડોલરનું લક્ષ્યાંક હાંસલ કરવા તરફ અર્થતંત્રની દોટ-પ્રિન્સીપાલ ઈકોનોમિક એડવાઈઝર સંજીવ સન્યાલ

ત્યારે આ બાબતે કેન્દ્રીય નાણાં મંત્રાલયના પ્રિન્સિપાલ આર્થિક સલાહકાર સંજીવ સન્યાલે જણાવ્યું છે કે, રોગચાળાના એક મોટા આંચકા પછી ભારતની અર્થવ્યવસ્થા સુધરી રહી છે. વર્ષ 2025 સુધીમાં મોદી સરકારે અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવા લક્ષ્યાંક સેવ્યો છે. જે વિશે માહિતી આપતા સંજીવ સન્યાલે જણાવ્યું  કે, આ 5 ટ્રીલિયન ડોલરનો આંક હાંસલ કરવામાં વધુ વર્ષ અથવા તેથી વધુ સમય લાગી શકે છે. એટલે કે આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા ધાર્યા કરતા થોડો વધુ સમય લાગી શકે છે પણ માટે આ તરફ અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ ધપી રહ્યું છે.

દેવી અહિલ્યા યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર હકારાત્મક રહેવાની ધારણા છે. અમે 2024-25 સુધીમાં 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ તેમાં થોડો વિલંબ થઈ શકે છે. રોગચાળાની બીજી લહેર ઓછી થઈ ગયા પછી અર્થતંત્ર ઝડપથી સુધરવાનું શરૂ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.