Abtak Media Google News

Table of Contents

કેરેબિયન દ્રિપ દેશ સમુહમાં 1990થી ઉજવાતો આ દિવસ આજે 80થી વધુ દેશોમાં ઉજવાય છે: સંયુકત રાષ્ટ્રસંઘે પણ આ દેશોને માન્યતા આપી છે

આ વર્ષનું સૂત્ર ‘સ્ત્રી-પુરૂષો વચ્ચેના સારા સંબંધો’

અબતક, અરૂણ દવે, રાજકોટ

Advertisement

વિશ્ર્વભરમાં વિવિધ દિવસોની ઉજવણી થાય છે ત્યારે આપણાં ભારત જેવા પુરૂષ પ્રધાન દેશમાં અન્ય દેશોની સાથે આજના દિવસે વિશ્ર્વ પુરૂષ દિવસની ભવ્ય ઉજવણી કરાય છે. સમાજ હમેશાથી માન સન્માન અને સત્તાના ટોચના સ્થાને બેસેલા પુરૂષો માટે આ દિવસ કેમ ઉજવવાનું નકકી થયું તે અંગે પણ ઘણી રોચક માહીતી છે.

પરિવાર સમાજ કે ગામ શહેર કે રાજય દેશમાં એવું તે શું થયું કે પુરૂષે  તેમના અધિકાર અને સન્માન માટે સંઘર્ષ કરવો પડયો હતો. દિવસ -રાતની મહેનત બાદ પરિવાર અને સમાજમાં તે તિરસ્કૃત અને ધૃણાની નજરે જોવાતા આ પરત્વે સમજનું ઘ્યાન જાય તે માટે ખાસ તેમના માટે દિવસ ઉજવવાનું નકકી કર્યુ છે.ડો. જીરોમને વિશ્ર્વ પુરૂષ દિવસ ઉજવવાનો વિચાર આવ્યો હોવાથી દર વર્ષે તેમના જન્મ દિવસની યાદમાં આજે આ દિવસની ઉજવણી કરાય છે. તેમના પ્રયાસો બાદ યુનેસ્કોએ પણ આ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ તરીકે જાહેર કર્યો છે.આપણાં દેશમાં 2007માં પ્રથમ વાર આ દિવસ ઉજવણી કરવાનું નકકી કરાયું હતું અને સેવ ઇન્ડિયન ફેમિસીના સંસ્થાએ પુરૂષના અધિકારો માટે કાર્ય શરુ કર્યુ. ઘણી વિપરીત સ્થિતિમાં પુરૂષોનો આત્મવિશ્ર્વાસ ડગમગી જાય અને તેને માનસિક તાણ આવે તેવા કિસ્સામાં ઘણીવાર તે પોતાની જીવન યાત્રા સંકેલલવવા મજબૂર બને છે.આજનો દિવસ પુરૂષો અને છોકરાઓને વેઠવા પડતા  સામાજીક પ્રશ્ર્નો ઉપર પ્રકાશ પાડવાનો હેતુ છે. પોઝિટીવલી પુરૂષોના રોલ મોડેલ્સ પર ભાર મુકીને જાતિગત સમાનતા, લિંગ આધારીત સંબંધોમાં સુધારો લાવીને તેના માનસિક આરોગ્ય પર ઘ્યાન કેન્દ્રીત કરવાનો મુળ હેતું છે. ઇન્ટરનેશનલ મેન્સ ડેની સ્થાપના 1992માં થોમસ એસ્ટર દ્વારા કરવામાં આવી હતી.

વિશ્ર્વ પુરૂષ દિવસે મુખ્યત્વે પુરૂષોના ભેદભાવ, શોષણ, જાુલ્મો, હિંસા અને અસમાનતાથી બચાવવાનો છે. પુરૂષોનું માનસિક સ્વાસ્થ્ય, પુરૂષત્વના હકારાત્મક ગુણોની કદર કરવાનો આ દિવસ છે. વર્ષો પહેલા કેટલાક પુરૂષોએ 1923માં મહિલા દિવસની જેમ પુરુષ દિવસ ઉજવવાનું નકકી કર્યુ હતું. બાદમાં વિવિધ ફેરફારો બાદ 1999 થી આ દિવસ દર વર્ષે ઉજવાય છે. પુરૂષો સ્ત્રીઓ કરતાં 4 કે પ વર્ષ પહેલા મૃત્યુ પામે છે. ત્યારે ‘મેન્સ ડે’ પુરૂષોના સકારાત્મક પાસાઓ ઉપર કામ કરે છે.

આજે ઉજવાતા વિશ્ર્વ પુરૂષ દિવસનો થીમ ‘બેટર રીલેશન બીટવીન મેન એન્ડ વુમન’ છે. થીમ મુજબ સ્ત્રી-પુરૂષ વચ્ચેના સંબંધો થકી સંસાર યાત્રાની સફળતા અને પારિવારિક મુશ્કેલી બન્નેના સથવારે સજોડે કામ કરવાની વાત કરે છે. બન્ને વચ્ચેના વિચારોની સામ્યતા જ જીવનને સફળ બનાવે છે.

(ઇન્ટરનેશનલ મેન્સ ડે)
વિશ્ર્વ પુરૂષ દિન…પુરૂષો પરની રચના
કાયમી અવેલેબલ હોય છે પુરૂષો
ખુબ ઊંડે ખોતરવા પડે,ક્યાં ટેલેબલ હોય છે પુરુષો
વોટસઅપ પર જ નહિં,કાયમી અવેલેબલ હોય છે પુરૂષો
માપવા ને પામવા છે બહું વહરાં
જીવનકોર્ટમાં નોન બેલેબલ હોય છે પુરુષો
કુબેરેય લોન લેવી પડે ખરીદવાં
તીણા અવાજે ફ્રીમાં તત્પર,સેલેબલ હોય છે પુરુષો
જીદ,ઈગો,મનોબળનો પર્યાય પુરુષો
દીકરીને વળાંવતા થાય ફમ્બલ પુરુષો
કુટુંબ માટે જાતને ય ગીરવે મૂકે
પોતાની આવરદાને ય કરે હોસ્ટાઈલ પુરુષો
દિકરાંની સદેખાઈ કરે,ધોકાવે ને પછી
લોહીનો આંસુભીનો રૂમાલ પુરુષો
ભલે ને ઝાવાં નાંખે ગામ આખાંમાં
પત્નીના ટેરવે ’ઇન્ડિયન આઈડોલ’ પુરુષો
-મિત્તલ ખેતાણી (રાજકોટ,મો.9824221999)
નાં કાવ્ય સંગ્રહ ’શબ્દ ઘેર આનંદ ભયો’માંથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.