Abtak Media Google News

સિનિયર- જુનીયર એડવોકેટથી સમગ્ર ટીમને પાઠવી શુભેચ્છા

અબતક, રાજકોટ

રાજકોટના વકીલ આલમમાં તમામ ક્ષેત્રોના સિનિયર તથા જુનિયર વકીલોનું એક અલગ સંગઠન એટલે જીનીયસ પેનલના નામથી ખુબ પ્રચલિત થયેલ છે. આ વર્ષના મુખ્ય બાર એશોસીએશનની ચુંટણીમાં પ્રમુખ પદે અર્જુનભાઈ પટેલ અને સેક્રેટરી પદે પી.સી.વ્યાસ ચુંટાયેલા હતા.  તેઓના માર્ગદર્શન હેઠળ એમ.એ.સી.પી. બાર એશોસીએશનની વર્ષ-2022 ની ચુંટણીમાં પ્રમુખ પદે જીનીયસ પેનલના  અજય જોષી એ ઉમેદવારી નોંધવી હતી.  હાલમાં પણ દશા શ્રીમાળી હોસ્પિટલ પેલેસ રોડ રાજકોટ ખાતે ઓનરરી સુપ્રિટેડેંટ તરીકે વર્ષ-1999 થી સેવા આપી રહ્યા છે.  જય સોમનાથ ક્રેડિટ કો. ઑ. સોસાયટી માં વાઇસ ચેરમેનની જવાબદારીઓ વહન કરી રહ્યા છે. એમ.એ.સી.પી. બારની ચુંટણીમાં એમનો નો ભવ્ય વિજય થયો હતો.

પ્રમુખ પદે અજયભાઈ જોષીની વિશાલ ગોસાઇ સેક્રેટરી પદે, ઉપ-પ્રમુખ પદે એ.યુ.બાદી, ખજાનચી પદે ભાવેશ મકવાણા, જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજેન્દ્ર પી.ડોરી, કારોબારી સભ્યમાં પ્રતિક વ્યાસ, મૌલિક જોષી, જ્યોતિબેન શુક્લ, હેમંત એલ. પરમાર, સંજય નાયક, કરણ કારીયા   ચુંટાયા હતા.

જીનીયસ પેનલના માર્ગદર્શક એવા  અનિલભાઈ દેસાઇ, લલિતસિંહ સાહી, મહર્ષિભાઈ પંડ્યા, આર.એમ.વારોતરિયા, પિયુષભાઈ શાહ, ભગીરથસિંહ ડોડીયા, તુષાર બસલાણી, રાજકુમાર હેરમા, એન.ડી.ચાવડા, રક્ષિત કલોલા, જે.જે.ત્રિવેદી, સુનિલ મોઢા, હિંમતલાલ સાયાણી, ભારિતબેન ઓઝા, સંજયભાઈ વ્યાસ, જય ચૌધરી, સંજયભાઈ બાવીશી, રક્ષાબેન ઉપાધ્યાય, ધર્મીષ્ઠાબેન દોશી, ગુલફાર્મ સુરૈયા, એ.જી.મોહન, કલ્પેશભાઇ વાઘેલા અને આર.કે.પટેલ, વિગેરે  જીનીયસ પેનલની આ જીતને વકીલોની જીત ગણાવી હતી અને સમગ્ર ટીમને ખુબ ખુબ શુભેછાઓ પાઠવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.