તહેવારોમાં આ 3 હેંચબેક કાર ઉપર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

નવરાત્રીની શરૂઆત સાથે જ તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે. કંપનીઓ તહેવારની સિઝનમાં તેમના વેચાણમાં વધારો કરવા માટે નવી ઑફર્સ આપે છે. અત્યારે નવરાત્રીમાં હેચબેક કાર પર મોટા ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કઈ કાર પર કેટલી છૂટ આપવામાં આવી રહી છે.

મારુતિ સ્વીફ્ટ

ભારતીય કાર બજારમાં તે એક સૌથી લોકપ્રિય કાર છે. આ કાર પર 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે. એક્સચેંજ બોનસ તરીકે તમે રૂ .20,000 નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ઉપરાંત કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ રૂ.5000 મળે છે.

હોન્ડા જૈજ

આ કાર પર 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે. આ કાર પર 15,000 રૂપિયાનું એક્સચેંજ બોનસ પણ ઉપલબ્ધ છે. આ સિવાય 6,000 રૂપિયાનું વધારાનું બોનસ પણ ઉપલબ્ધ છે. એક્સચેન્જમાં પણ રૂપિયા 10000 સુધીનો ફાયદો થાય છે.

હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ10

આ કાર પર 60,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કારમાં રૂ.40,000 નું કેશ ડિસ્કાઉન્ટ, રૂ. 5000 નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને રૂ .15,000 નું એક્સચેંજ બોનસ મળશે.