Abtak Media Google News

દુરંદેશી વિચારનાર યુવાનો માટે અચ્છે દિન : દુરનું ન વિચારનાર લોકો થશે આઉટડેટેડ

સમગ્ર વિશ્ર્વમાં હાલ બેરોજગારીનું પ્રમાણ ખુબ જ વધુ જોવા મળી રહ્યું છે જેનું કારણ એ પણ છે કે લોકો અને આજનું યુવાધન તેમના કૌશલ્ય ઉપર નહીં પરંતુ તેમના ભણતર આધારીત નોકરી કરવા માંગતા હોય છે. આજના નવયુવાનોને વાઈટ કોલર જોબ સિવાય એક પણ પ્રકારની નોકરી કરી શકવા તેવો સામ્થર્ય ધરાવતા ન હોવાથી તેઓએ બરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સંશોધકોએ સંશોધનમાં જણાવ્યું કે, આજની નહીં પરંતુ આવતીકાલની સંભવિત જોબ માટે યુવાનો તૈયારી દાખવશે તો તેમના માટે આવનારો દિવસ અત્યંત સારો હશે. હવે નવયુવાનોએ દુરંદેશી વિચાર અપનાવવાનો અનિવાર્ય બન્યો છે.

Advertisement

4 Banna For Site

હવે મિકેનિકલ નહીં પરંતુ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ઓટોમેશન અને મશીન ક્ષેત્ર આગામી સમયમાં પોતાનું સ્થાન સુનિશ્ર્ચિત કરશે જે લોકો ટેકનોલોજીનો સ્વિકાર નહીં કરે તે સર્વે આઉટબેટેડ થઈ જશે તેમાં સહેજ પણ મીનમેક નથી. કહેવામાં આવે છે કે આવનારા સમયમાં દુરંદેશી વિચાર કરનાર નવયુવાનો માટે અચ્છે દિન હશે. આજના નવયુવાનો તેના કૌશલ્યથી પરીપૂર્ણ છે પરંતુ જે યોગ્ય રીતે તેને નિખાર આપવામાં આવવું જોઈએ તે જોવા મળતું નથી. હાલ સોફટ સ્કિલ સાથો સાથ બાળકોમાં જોખમ લેવાની તૈયારી ટેકનોલોજીનો ઉપયોગ અને લીડરશીપ કવોલીટીનો અભાવ હોવાથી તેઓ જે રીતે વિકસિત થવા જોઈએ તે થઈ શકતા નથી. હાલ ૬૫ ટકા બાળકો કે જે પ્રાયમરી સ્કુલમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓની માનસિક સ્થિતિ અન્ય બાળકો કરતા અલગ જોવા મળી રહી છે.

હાલના સમયમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તે વિચાર કરવામાં અનેકવિધ રીતે પીછેહઠ કરતા નજરે પડે છે જેથી તેઓમાં રહેલી જે કૌવત છે તે બહાર આવતું નથી અને જે કોઈ સંસ્થામાં કામ કરતા હોય તે સંસ્થાને પણ તેનો લાભ મળી શકતો નથી. સંશોધનમાં એ વાતની પણ પુષ્ટિ થઈ રહી છે કે જે વ્યકિત ભવિષ્યનું વિચાર નહીં કરી શકે અને નવીનતમ વિચારો આપી નહીં શકે તો તે હવે આઉટડેટેડ થઈ જશે. હાલનાં સમયમાં બાળકોમાં માતા-પિતા જુજ નોકરીઓ માટે જ તેમના સંતાનોને પ્રોત્સાહિત કરવા માટે જણાવતા હોય છે અને તેજ દિશામાં તેઓનો અભ્યાસ પણ કરાવતા હોય છે પરંતુ સમય વધતાની સાથે જ તેમનામાં રહેલી જે કૌશલ્ય અને જે કળા છે તે જોવા ન મળતા તેઓને નોકરીમાં ઘણાખરા અંશે ઘણી ખરી તકલીફોનો પણ સામનો કરવો પડે છે.

સંશોધનમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે આજના નવયુવાને એ નોકરી અને એ વિચાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે કે જેના ઉપર અન્ય કોઈએ વિચાર ન કર્યો હોય. હાલના તબકકે જે લોકો નોકરી કરી રહ્યા છે તેઓને જોબ સ્ટેટીસફેકશન મળતું નથી. સર્વેમાં એ વાતની સ્પષ્ટતા પણ થઈ રહી છે કે જોબ સ્ટેટીસફેકશન ન મળવાનું કારણ એ છે કે તેમને નવીનતમ વિચાર અને વિકાસલક્ષી વિચારો આવવા જોઈએ તેમાં ઉણપ જોવા મળી રહી છે.વિદેશમાં નાનપણથી જ બાળકોને પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવતું હોય છે જેથી તેમનો વિચાર કરવાની શકિત પણ અનેકઅંશે વિકસિત થઈ ગયેલી હોવાથી તેઓ અન્યની સરખામણીમાં અલગ તરી આવતા હોય છે. ભારત દેશમાં આ મુદ્દો અત્યંત ચર્ચામાં છે પરંતુ હવે સમય આવી ગયો છે જયારે આજનું યુવાધન એ આવતીકાલનો વિચાર કરી તે દિશામાં જ નોકરીની તલાશ કરવી પડશે જો તે કરવામાં તેઓ નિષ્ફળ નિવડશે તો તે આવનારા દિવસોમાં આઉટડેેટેડ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.